વડાપ્રધાનની ખાડી દેશોની યાત્રાનું મહત્ત્વ

પશ્ચિમ એશિયામાં ભૂરાજકીય તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંયુક્ત અરબ અમીરાત (યુએઇ) અને ક્તારની યાત્રા કૂટનીતિની દૃષ્ટિએ મહત્ત્વની છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલતા યુદ્ઘને કારણે આ ક્ષેત્રમાં તણાવ ચરમ પર છે. ક્ષેત્રીય તણાવથી ઇતર ભારતે વિશ્ર્વના તમામ દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધ રાખવાની વસુધૈવ કુટુંબકમ્ નીતિનું અનુસરણ કર્યું છે. ઇઝરાયલ સાથે દોસ્તી રાખતાં ભારતે મુસ્લિમ દેશો સાથે પણ સંબંધો બહેતર બનાવી રાખ્યા છે. યુએઇની રાજધાની અબુધાબીમાં પહેલું વિશાળ હિંદુ મંદિર બનવું અને પીએમ નરેન્દ્ર મોદી દ્વારા તેનું ઉદ્ઘાટન કરવું યુએઇ અને ભારતને સાંસ્કૃતિક રૂપે વધુ નજીક લાવે છે. બીએપીએસ દ્વારા નિમત હિંદુ મંદિર લગભગ ૨૭ એકર જમીન પર બનાવવામાં આવ્યું છે. મંદિર માટે જમીન યુએઇ સરકારે આપી છે. યુએઇમાં ત્રણ બીજાં હિંદુ મંદિર છે, જે દુબઇમાં સ્થિત છે. આ યુએઇનું ભારત પ્રત્યે સન્માન દર્શાવે છે. પીએમ નરેન્દ્ર મોદીની સરકારે યુએઇને મહત્ત્વ આપ્યું છે. ૨૦૧૫ બાદથી આ ખાડી દેશની તેમની સાતમી અને છેલ્લા આઠ મહિનામાં ત્રીજી યાત્રા છે. ૨૦૧૫માં નરેન્દ્ર મોદીએ પીએમ રૂપે યુએઇનો જ્યારે પહેલો પ્રવાસ કર્યો હતો, તો તે ભારતના કોઈપણ વડાપ્રધાનનો ૩૪ વર્ષ બાદ થયેલ પ્રવાસ હતો.

હાલમાં જ ગુજરાતમાં થયેલ ગ્લોબલ સમિટમાં યુએઇના રાષ્ટ્રપતિ ભારત આવ્યા હતા અને તેમણે પીએમ સાથે રોડ શો પણ કર્યો હતો. પીએમ મોદીએ અબુધાબીના ઝાયેદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં લગભગ ૬૦ હજાર ભારતીય પ્રવાસીઓને સંબોધિત કર્યા, આ કાર્યક્રમને ‘અહલન મોદી’ નામ આપવામાં આવ્યું. અહલન અરબીનો શબ્દ છે જેનો મતલબ સ્વાગત થાય છે. યુએઇ ભારતમાં ૫૦ અબજ ડોલરનું નવું રોકાણ કરશે. મોદીના આ પ્રવાસમાં સાંસ્કૃતિક કૂટનીતિ, વિદેશ નીતિ, રાજનીતિ અને રોકાણ – બધું જ સામેલ છે. પીએમની આ પેકેજ્ડ યાત્રા છે. ભારતના વધતા જિયોપોલિટીકલ મહત્ત્વ અને અર્થવ્યવસ્થામાં તેજ વૃદ્ઘિ દરને કારણે યુએઇ ભારતને વધુ મહત્ત્વ આપી રહ્યું છે. યુએઇના રાષ્ટ્રપતિ મોહંમદ બિન ઝાયેદ અલ નાહ્યાનને પીએમ મોદી પોતાના ભાઈ ગણાવે છે. યુએઇએ પીએમ મોદીને ૨૦૧૯માં પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ ઝાયેદ’થી પણ સન્માનિત કર્યા હતા. મોદીના વ્યાવહારિક રાજનીતિવાળી માનસિક્તા અને એક મજબૂત નેતાની શૈલીને સઉદી અને યુએઇના બંને પ્રિન્સ પસંદ કરે છે. ૨૦૨૧-૨૨માં યુએઇ ભારતનું ચીન અને અમેરિકા બાદ ત્રીજું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર હતું. ૧૯૭૦ના દાયકામાં બંને દેશો વચ્ચે વાષક વેપાર ફક્ત ૧૮ કરોડ ડોલરનો હતો, જે આજની તારીખે ૮૫ અબજ ડોલર પહોંચી ગયો છે. જે દર્શાવે છે કે ભારત અને યુએઇના સંબંધ પીએમ મોદીના કાર્યકાળમાં કેટલા પ્રગાઢ થયા છે. ક્તારમાં ભારતની કૂટનીતિક જીત થઈ છે, જ્યારે મોતની સજા પામેલા ભારતીય નૌકાદળના આઠ પૂર્વ કર્મીઓને ક્તાર સરકારે છોડી દીધા. ૨૦૧૬ બાદ પીએમ બીજી વખત ક્તારમાં ત્યાંના અમીર શેખ તમીમ બિન હમાદ અલ-થાની સાથે મંત્રણા કરશે. તેમાં ટ્રેડ, ભૂરાજનીતિ, રોકાણ અને ઊર્જા પર ચર્ચા થશે. ભારતે ક્તાર સાથે ગેસ પૂરવઠાની સૌથી મોટી ડીલ કરી છે. હાલનાં વર્ષોમાં ભારત અને ક્તારના બહુઆયામી સંબંધ તમામ ક્ષેત્રોમાં બહેતર બન્યા છે.