અમદાવાદમાં બિલ્ડીંગની લિફ્ટ તૂટી પડતા પંચમહાલ જિલ્લાના 6 શ્રમિકોના મોત અને 1 ઘાયલ

  • અમદાવાદમાં યુનિવર્સિટી નજીક ઘટી મોટી દુર્ઘટના
  • બિલ્ડીંગના બાંધકામ દરમ્યાન લિફ્ટ તૂટતા 6ના મોત
  • તમામ મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં નવી બિલ્ડીંગના બાંધકામ દરમ્યાન લિફ્ટ તૂટવાના અહેવાલ જાણવા મળી રહ્યાં છે. આ દુર્ઘટનામાં સાઈટ પર કામ કરી રહેલા 6 શ્રમિકોના મોત થતા ભારે હડકંપ મચી ગયો છે. એસ્પાયર – 2 નામની બિલ્ડિંગમાં બાંધકામ ચાલી રહ્યું હતું તે દરમ્યાન લિફ્ટ તૂટી હતી.

દુર્ઘટના સવારના 9:30 વાગે ઘટી હતી

એસ્પાયર – 2 નામની બિલ્ડિંગમાં સવારના 9:30 વાગ્યે આ દુર્ઘટના ઘટી હતી. જેમાં ઘોઘંબા વિસ્તારના રહેવાસી મજૂરો કામ કરતા હતા. એ દરમિયાન એકાએક લિફ્ટ તૂટી પડતા તેઓ ધડામ દઇને નીચે પટકાયા હતા. જેમાં 6 શ્રમિકોના મોત થયા છે. જોકે આ ઘટનાની જાણ થતા તુરંત ઘટનાસ્થળે પોલીસ ટીમ દોડતી થઇ ગઇ હતી. બાદમાં તમામના મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. હાલ આ સમગ્ર ઘટનાને લઇને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પંચમહાલ જિલ્લાના 6 મૃતકોના નામ નીચે મુજબ છે….

  • સંજયભાઈ બાબુભાઇ નાયક (ઉ.વ 20)
  • જગદીશભાઈ રમેશભાઈ નાયક (ઉ.વ 21)
  • અશ્વિનભાઈ સોમાભાઈ નાયક (ઉ.વ 20)
  • મુકેશ ભરતભાઈ નાયક (ઉ.વ 25)
  • રાજમલ સુરેશભાઇ ખરાડી (ઉ.વ 25)
  • વી.એસ હોસ્પિટલ પકજભાઇ શંકરભાઇ ખરાડી (ઉ.વ.21)