હૈદરાબાદ, સામાન્ય માણસથી લઈને ફિલ્મી કલાકારો સુધી હર કોઈ આ સાયબર ફ્રોડનો શિકાર બનતા જોવા મળે છે. હાલમાં જ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં સુપરસ્ટાર મહેશ બાબુનાં ઘરે પણ આવો જ એક સાયબર ફ્રોડનો કેસ સામે આવ્યો છે.
દિવસેને દિવસે સાયબર ફ્રોડનાં કેસ વધી રહ્યા છે. સામાન્ય માણસથી લઈને ફિલ્મી કલાકારો સુધી હર કોઈ આ સાયબર ફ્રોડનો શિકાર બનતા જોવા મળે છે. હાલમાં જ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં સુપરસ્ટાર મહેશ બાબુનાં ઘરે પણ આવો જ એક સાયબર ફ્રોડનો કેસ સામે આવ્યો છે.
એક સાયબર ગુનેગારે મહેશ બાબુની દીકરી સિતારાનાં નામે ખોટું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું હતું. આ એકાઉન્ટને ઘણા લોકોએ ફોલો પણ કર્યું. ત્યારબાદ આ સાયબર ગુનેગારે, આ એકાઉન્ટનાં માધ્યમથી કેટલીક લિક્ધ શેર કરી હતી. લિક્ધ શેર કરીને કહેવામાં આવ્યું હતું કે આ લિક્ધ પર રોકાણ કરો. કેટલા લોકોએ આ લિક્ધનાં માધ્યમથી રોકાણ કર્યું હાલ તેની કોઈ માહિતી નથી.
આ નકલી એકાઉન્ટ વિશે સૌપ્રથમ જાણ સિતારાની માતા નમ્રતા શિરોડકરને થઈ હતી. ત્યારબાદ મહેશ બાબુનાં પ્રોડક્શન હાઉસ ય્સ્મ્ એન્ટરટેનમેન્ટે ચેતવણી આપી. પોલીસે જીએમબી એન્ટરટેનમેન્ટ સાથે સંપર્ક કરી સંપૂર્ણ માહિતી મેળવી છે. હાલ આ સાયબર ગુનેગારની તપાસ ચાલી રહી છે.
સોશિયલ મિડીયા પર કલાકારોનાં નામે ઘણા નકલી એકાઉન્ટ છે. ઘણીવાર લોકો આ એકાઉન્ટને ફોલો કરી બેસે છે અને ત્યારબાદ સાયબર ફ્રોડનો શિકાર બની જાય છે. આ એકાઉન્ટ સાચું છે કે નકલી, તેની ઓળખ કરવી જોઈએ.