
લખનૌ, ઉત્તરપ્રદેશના ચિત્રકૂટમાં બુંદેલખંડ ગૌરવ મહોત્સવમાં થયેલા વિસ્ફોટમાં ચાર બાળકોના મોત થયા હતાં અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતાં, પોલીસના જણાવ્યા અનુસાર, આ વિસ્ફોટ તહેવારમાં ફટાકડાના પ્રદર્શન દરમિયાન થયો હતો.
ભાનુ પ્રયાગરાજ ઝોનના એડિશનલ ડાયરેક્ટર જનરલે ચિત્રકૂટ ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે, ચિત્રકૂટના બુંદેલખંડ ગૌરવ મહોત્સવમાં વિસ્ફોટની દુ:ખદ ઘટનામાં ચાર બાળકોના મોત નીપજ્યા છે અને અનેક લોકો ઘાયલ થયાં છે. અત્યારે સ્થળ પર એસપી, એડિશનલ એસપી સહિતના અધિકારીઓ દોડી આવ્યાં છે અને ફોરેન્સિક ટીમ, બોબ્બ ડિસ્પોઝલ સ્કવોડ સહિતની ટીમ પણ તપાસ માટે આવી રહી છે.
વરિષ્ઠ અધિકારીએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે, આ ઘટનાના સંબંધમાં ત્રણ લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે અને વધુ લોકોના નામ ઉમેરાય તેવી સંભાવના છે, આ ઘટનાની ગંભીરતા જોતાં સત્વરે તપાસ શરુ કરી દેવાઈ છે. આખી ઘટનાની તપાસ હર્ષ પાંડે સીઓને સોંપી છે, જેથી આ ઘટના અંગે વધુ માહિતી મેળવી શકાય. નવી દિલ્હી, લખનૌ અને પ્રયાગરાજ તથા આગ્રાથી આવી રહેલી ટીમો સાથે સંકલન સાધીને આ ઘટનામાં તપાસ કરીને ત્વરિત નિષ્કર્ષ પર પહોંચીશું. આ ઘટનાની તપાસ અંગે કોઈ ટિપ્પણી કરવી યોગ્ય નથી કારણ કે, તમામ તથ્યોની તપાસ કરવામાં આવી રહી છે. બાળકોનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થયું નથી. વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેઓએ અત્યાર સુધી જે કડીઓ આપી છે, અમે તપાસ કરી રહ્યા છીએ.
અધિક પોલીસ મહાનિર્દેશકે વધુમાં જણાવ્યું હતું કે, અધિકારીઓ મૃતકના પરિવારના સભ્યોને મળી રહ્યા છે, જેમની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. સરકારે મૃતકના પરિજનોને એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. અમે બધા સાથે વાતચીત કરી રહ્યા છીએ, અમારું પહેલું કામ પરિવારના સભ્યોને મળવાનું હતું, તેથી અત્યાર સુધી અમે બે મળ્યા, અમે અલ્હાબાદમાં અને પ્રયાગરાજમાં પણ એક પરિવારને મળ્યા છીએ અને તે પછી, અમે બાકીના લોકોને મળીશું અને જરૂરી કાર્યવાહી કરીશું.
વધુમાં મળતી માહિતી મુજબ, સરકાર તરફથી વળતરની થોડી ચર્ચા થઈ છે, નિર્ણય લેવામાં આવ્યો છે અને તેમાં દરેક પરિવારને ૫ લાખ રૂપિયા વળતર આપવામાં આવશે. તેમજ જેઓ ઘાયલ થયા છે, આ સિવાય બાકીની કાર્યવાહી ચાલુ છે. તેથી અમે તમામ ઘટકોને જોઈશું અને ટૂંક સમયમાં આ નિષ્કર્ષ પર આવશે. ઘટના અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.