ગાંધીનગર, વિધાનસભા ખાતે આપત્તિ વ્યવસ્થાપનનો હવાલો ધરાવતા મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે, કુદરતી આપદા, વાવાઝોડા કે અન્ય આકસ્મિક સંજોગોમાં નાગરિકોને સહાયરૂપ થવા તેમજ આશ્રય મળી રહે તે માટે રાજ્યના ૧૦ જિલ્લામાં ૭૬ આશ્રયસ્થાનો કાર્યરત છે.
આજે વિધાનસભા ખાતે ગીર સોમનાથ જિલ્લામાં આશ્રયસ્થાનના અંગેના પ્રશ્ર્નના જવાબમાં મંત્રીએ ઉમેર્યું કે, ગીરસોમનાથ જિલ્લામાં તા. ૩૧-૧૨-૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ૨૯ આશ્રયસ્થાનો કાર્યરત છે જેમાં ૫૫૦ લોકો રહી શકે એવી વ્યવસ્થાઓ છે. વાવાઝોડા કે કુદરતી આપદા સમય આ આશ્રયસ્થાનોમાં લોકોને સલામતી મળે તે માટે રહેવાની વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આ આશ્રય સ્થાનો ભૂકંપ પ્રૂફ ડિઝાઇન ધરાવતા તૈયાર કરવામાં આવ્યા છે આવા આશ્રય સ્થાનોમાં નિર્માણ માટે વિશ્વ બેંક, ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સહાય પૂરી પાડવામાં આવે છે.