જેતપુર કોર્ટે ઠગાઈના કેસમાં દોષિત ને ફટકારી ૫ વર્ષની સજા, ફટકારી

રાજકોટ, રાજકોટની જેતપુર કોર્ટે ઠગાઈના કેસમાં એક દોષિતને ૫ વર્ષની સજા ફટકારી હોવાનું સામે આવ્યુ છે. કોર્ટે દોષિત બકુલ પરમાર નામના શખ્સને છેતરપિંડીના કેસમાં ૫ વર્ષની કેદની સજા અને દંડ પણ ફટકાર્યો છે. આ દોષિત શખ્સે ૧૮ જાન્યુઆરી ૨૦૨૨એ મામલતદારના ખોટા સહી-સિક્કા કરીને ૩ લોકોને છેતર્યા હતા. તેમજ ત્રણેય વ્યક્તિ પાસેથી રૂપિયા ૨૧ લાખ પડાવી લીધા હતા.

દોષિત બકુલ પરમારે ફરિયાદીને ભરડીયાની લીઝ અપાવવા અને રાશનકાર્ડની દુકાનનું લાયસન્સ અપાવવાની લાલચ આપી હતી. આ સરકારી કચેરીમાં પૈસા ભરવા હોવાનું કહીને પડાવ્યા હતા. ૨૧ લાખ જે બાદ મામલતદારના ખોટા સહી-સિક્કાવાળી રસીદ પણ આપી હતી. આ કેસમાં સરકારી વકીલની દલીલના આધારે દોષિતને ૫ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.