હિન્દુ પક્ષની અરજીનો સ્વિકાર કર્યો : જ્ઞાનવાપી મસ્જિદ મામલામાં કોર્ટનો મોટો નિર્ણય.

  • જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો
  • આ કેસ સાંભળવા યોગ્ય માની કેસની તારીખ નક્કી કરી
  • હિન્દુ પક્ષની મહિલાઓની પૂજા કરવાની માગવાળી અરજી પર વિચાર થશે

ઉત્તર પ્રદેશના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ વિવાદમાં કોર્ટના ચુકાદા પર સૌની નજર ટકેલી હતી. તો વળી જિલ્લા જજ એકે વિશ્વેશને ચુકાદો સંભળાવતા કહ્યું કે, આ મામલામાં અંજૂમન ઈંતજામિયા કમિટીની અરજી રદ કરવામા આવે છે. જજે કહ્યું કે, રૂલ 6/11 લાગૂ થશે, 7/11 લાગૂ નહીં થાય. તો વળી કોર્ટે માન્યું કે, જ્ઞાનવાપી પરિસરમાં પૂજા કરવાના અધિકારવાળી માગ 5 હિન્દુ મહિલાઓ દ્વારા દાખલ કરવાનો કેસ સાંભળવા યોગ્ય છે. સાથે જ હવે આ કેસની આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરે થશે.

યુપીના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ વિવાદમાં કોર્ટમાંથી ચુકાદો આવી ચુક્યો છે. આ કેસમાં સુનાવણી કરવા યોગ્ય છે કે તેને લઈને આજે નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં કોર્ટ તરફથી હિન્દુ પક્ષની અરજીનો સ્વિકાર કરવામાં આવ્યો છે. કોર્ટે આ કેસને સુનાવણી યોગ્ય માન્યો છે. જેમાં હિન્દુ પક્ષની અરજીનો સ્વિકાર થયો છે.આગામી 22 સપ્ટેમ્બરે આ કેસની સુનાવણી થશે.

જજે આ કેસને સુનાવણી યોગ્ય માન્યો

જ્ઞાનવાપી મામલામાં નિર્ણય સંભળાવતા જિલ્લા જજ એકે વિશ્વેશની એકલ પીઠે કેસને સુનાવણી યોગ્ય માન્યો છે. કોર્ટે મુસ્લિમ પક્ષની અરજીને રદ કરી દીધી છે અને કહ્યું કે, કેસ વિચારાધીન છે. મામલાની આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરે થશે.

જિલ્લા જજે 24 ઓગસ્ટના રોજ આ મામલામાં આદેશ સુરક્ષિત રાખ્યો હતો. તો વળી જ્ઞાનવાપી મામલામાં આજે સુનાવણીને ધ્યાને રાખતા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામા આવી હતી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે 2000 જેટલા પોલીસ જવાનો તૈનાતા કરી દેવામાં આવ્યા હતા. તો વળી જ્ઞાનવાપી મસ્જિદને લઈને યુપીની રાજધાની લખનઉમાં પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. તેને ધ્યાને લઈને લખનઉ ચોકથી લઈ નખાસ સુધી પોલીસ કમિશ્નર પગપાળ ચાલીને માર્ચ કરી હતી. સાથે જ લખનઉમાં ડ્રોનથી નજર રાખવામા આવી રહી હતી. આ દરમિયાન પોલીસ કમિશ્નરે સ્થાનિક લોકો સાથે પણ વાતચીત કરી હતી. 

વારાણસીમાં કલમ 144 લાગૂ

તો વળી વારાણસીમાં પોલીસ અધિકારી એ. સતીશ ગણેશે જણાવ્યું છે કે, શહેરમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આી છે. આખા શહેરમાં સેક્ટરોમાં વિભાજીત કરીને તમામ સેક્ટરમાં જરુરિયાત અનુસાર પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેશ માર્ચ કરીને ટીમ જઈ રહી છે. હોટલ અને ધર્મશાળાઓ તથા ગેસ્ટ હાઉસમાં ચેકીંગ હાથ ધરવામા આવ્યા છે, તથા સોશિયલ મીડિયા પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.