અમદાવાદ, ગીરનાર પર્વત પર ગંદકીને લઈ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ હતી. હાઇકોર્ટમાં જૂનાગઢ ક્લેકટર દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવી હતી. જોકે કોર્ટે તે એફિડેવિટનો સ્વિકાર કરવાથી ઇન્કાર કરી દીધો હતો. નાના બાળક જેવી વૃત્તિ કોર્ટ સમક્ષ કરનારા અધિકારીનો બચાવ કરો છો એવો પણ સવાલ કર્યો છે.
પ્લાસ્ટિક પર પ્રતિબંધના મુદ્દે કોઈ જ ઠોસ સ્પષ્ટતા નહીં કરવાને લઈ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે જૂનાગઢ ક્લેકટરની ઝાટકણી કરવા સાથે એડિશનલ ચીફ સેક્રેટરીને તપાસ કરવા માટે નિર્દેશ કરવામાં આવશે. કાયદાનું પાલન નહીં કરાવનારા ક્લેકટર સામે કાર્યવાહી કરવા માટે કોર્ટની ભારોભાર નારાજગી સામે આવી છે. આ મુદ્દે વધુ સુનાવણી ૨૭ ફેબ્રુઆરી કરવામાં આવશે.