ગોધરા શહેર ના અરિહંત મહિલા ગ્રુપ દ્વારા નવરાત્રિ ના તહેવાર ને ધ્યાને લઇ ખાસ પ્રદર્શન નું આયોજન કર્યું હતું. 

મહિલાઓ ખાસ વેપાર ક્ષેત્રે ઉતરોતર પ્રગતિ પ્રગતિ કરે અને આત્મનિર્ભર બની સ્વરોજગારી પ્રાપ્ત કરે તે હેતુ થી ગોધરા ના અરિહંત ગ્રુપ ના લીડર મહિલા રીના શાહ ધ્વારા નવરાત્રિ ના તહેવાર ને ધ્યાન માં લઈ આસરે 15 થી વધુ મહિલાઓ ને પોતાની સાથે જોડી ખાસ એક્ઝિબ્યૂશન નું આયોજન કર્યું હતું.  અરિહંત ગ્રુપ ખાસ કરીને મહિલાઓ દ્વારા મહિલાઓ થકી અને મહિલાઓ માટે ચાલતું ગોધરા શહેર નું નામચીન ગ્રૂપ બની ચૂક્યું છે. જ્યારે પણ વાત આવે મહિલાઓની અને તેમના અધિકારો ની ત્યારે સૌ પ્રથમ અરિહંત ગ્રુપ જ મોખરે હોંય છે.  

ઘરે ઘરે જુદા જુદા પ્રકાર ના વેપાર એટલે કે પાર્લર, જ્વેલરી, ચાણીયાચોલી, મેકઅપ, વેસ્ટર્ન વિયર વગેરે જેવા વેપાર કરતી મહિલાઓ નો વેપાર વધુ ને વધુ વિકસે અને તેમને પોતાનો વેપાર વિકસાવવા ની પ્રેરણા મળે તે હેતુ થી રીના બેન ધ્વારા પોતાના જ ખાલી પડેલા ઘર ને હોલ માં ફેરવી દઈને ખાસ એક્ઝિબ્યૂશન નું આયોજન કર્યું હતું, જેમાં ગોધરા શહેર તથા તેની આસપાસ ના ગામની એવી મહિલાઓ કે જેઓ આજ સુધી પોતાના ઘરે થી વેપાર કરતી હતી તેઓ ને વિના મૂલ્યે પ્લેટફોર્મ મળે તે હેતુથી કોઈ પણ પ્રકાર ના ચાર્જ વગર સ્ટોલ લગાવી તેમના વેપાર ને સરળતા થી પ્રદર્શિત કરી શકે તે રીત નું આયોજન કર્યું હતું.   

 એક્ઝિબ્યૂશન માં ખાસ કરીને પિંકી પાઠક કે જેઓ ચાણીયાચોલી ના ડિઝાઇનર છે ખાસ આકર્ષણ જમાવ્યું હતું, આ ઉપરાંત દર્શના દલવાડી છેલ્લા 2 વર્ષ થી પોતાના ઘરેથી જ જ્વેલરી ડિઝાઇનીંગ અને મેન્યુફેક્ચરીંગ નું કામ કરતા હતા, પહેલી વખત કોઈ એક્ઝિબ્યૂશન માં જોડાયા હતા, આ એક્ઝિબ્યૂશન ના લીધે તેઓ ને વેપાર કરવાની ઘણી પ્રેરણા મળી હતી, અને 2 દિવસ ના કાર્યક્રમ માં ખૂબ સારો વેપાર પણ કર્યો હતો. આ ઉપરાંત એક્ઝિબ્યૂશન માં પાર્લર, વેસ્ટર્ન વિયર, બ્યુટી પ્રોડક્ટ્સ, તથા ઘણા અવનવીન સ્ટોલસ લગાવામાં આવેલ હતા.    2 દિવસ માટે આયોજિત આ એક્ઝિબ્યૂશન માં ગોધરા શહેર ની આસરે 2000 થી વધુ મહિલાઓ એ પોતાના અને પોતાના પરિવાર માટે નવરાત્રિ ના તહેવાર ને લગતી ખરીદી કરી હતી. ગોધરા શહેર માં નવરાત્રિ ને ધ્યાને લઇ મહિલાઓ ધ્વારા શરૂ કરેલા એક્ઝિબ્યૂશન એ સમગ્ર ગોધરા માં આકર્ષણ નું કેન્દ્ર બનાવ્યું છે. ફક્ત ગોધરા જ નહીં પરંતુ ગોધરા ના આજુબાજુ ના ગામો માંથી પણ ઘણી મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે એક્ઝિબ્યૂશન ની મુલાકાત લીધી હતી.