કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ રાજસ્થાનથી રાજ્યસભા માટે ઉમેદવારી ફોર્મ ભર્યું

  • રાજસ્થાનમાં રાજ્યસભાની ૩ બેઠકો માટે ચૂંટણી થવાની છે.

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ રાજસ્થાનથી રાજ્યસભા માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. પ્રક્રિયા પૂરી કરવા માટે આજે સોનિયા ગાંધી રાજસ્થાનના જયપુર પહોંચ્યા હતા. તેમની સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બંને હાજર રહ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસના નેતાઓ અને સમર્થકો પણ ઉમટી પડ્યા હતા. અત્રે જણાવવાનું કે હાલ સોનિયા ગાંધી ઉત્તર પ્રદેશના રાયબરેલીથી લોકસભા સાંસદ છે. 

કોંગ્રેસે સોનિયા ગાંધી ઉપરાંત ચાર અન્ય ઉમેદવારોના નામની પણ જાહેરાત કરી છે. જેમાં બિહારથી અખિલેશ પ્રસાદ, હિમાચલ પ્રદેશથી અભિષેક મનુ સિંઘવી, અને મહારાષ્ટ્રથી ચંદ્રકાંત હંડોરેના નામ સામેલ છે. 

સોનિયા ગાંધીએ આમ જ રાજસ્થાનની પસંદગી નથી કરી. એવી ચર્ચા છેકે તેઓ રાયબરેલી સીટ પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા માટે છોડી રહ્યા છે. બરાબર એ જ રીતે જે રીતે તેમણે અમેઠી બેઠક  પુત્ર માટે છોડી હતી. રાજસ્થાનમાં રાજ્યસભાની 3 બેઠકો માટે ચૂંટણી થવાની છે. કોંગ્રેસ ત્યાં એક સીટ જીતવાની સ્થિતિમાં છે. કર્ણાટક અને તેંલગણાના કોંગ્રેસીઓએ ખુબ જોર લગાવ્યું કે સોનિયા ગાંધી ત્યાંથી રાજ્યસભા જાય. પરંતુ કોંગ્રેસે ખુબ સમજી વિચારીને સોનિયા ગાંધીને દક્ષિણથી રાજ્યસભા ન મોકલવાનું નક્કી કર્યું. 

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે કર્ણાટકથી આવે છે. રાહુલ ગાંધી હાલ કેરળના વાયનાડથી લોકસભા સાંસદ છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટનું માનીએ તો સોનિયા ગાંધી રાજસ્થાનથી ચૂંટણી લડે તો એવો સંકેત જશે કે ગાંધી પરિવારે હિન્દી બેલ્ટને છોડ્યો નથી. 2019માં જ્યારે રાહુલે અમેઠીની સાથે સાથે વાયનાડથી ચૂંટણી લડવાની જાહેરાતી કરી હતી તો ત્યારે પાર્ટીની અંદર અને બહાર તેમની ટીકા થઈ હતી. 

રાહુલે અમેઠી બેઠકથી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના હાથે ગુમાવી દીધી. 2019માં કોંગ્રેસના ઉત્તર ભારતમાં હાલ હવાલ થયા હતા. દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડ, અને હિમાચલ પ્રદેશમાં પાર્ટી એક લોકસભા સીટ મેળવી શકી નહતી. મધ્ય પ્રદેશ, યુપી, બિહાર, ઝારખંડમાં કોંગ્રેસને ફક્ત એક બેઠક મળી હતી. છત્તીસગઢમાં બે સીટ મળી હતી. 

રાજસ્થાનથી સોનિયા ગાંધીના રાજ્યસભામાં જવા અંગે પૂર્વ સીએમ અશોક ગેહલોતે કહ્યું કે, વડાપ્રધાન પદેથી રાજીનામું આપનાર સોનિયા ગાંધીને કોંગ્રેસ તરફથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવું આવકાર્ય છે. સોનિયા ગાંધીનો રાજસ્થાન સાથે ગાઢ સંબંધ છે, જ્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા ત્યારે સોનિયા તેમની સાથે આદિવાસી બહુલ જિલ્લાના પ્રવાસે ગયા હતા. રાજસ્થાનમાં દુષ્કાળ દરમિયાન રાજીવજીએ વડાપ્રધાન તરીકે ૩ દિવસ સુધી જાતે વાહન ચલાવ્યું હતું અને દુષ્કાળગ્રસ્ત ૯ જિલ્લાઓની મુલાકાત લીધી હતી, ત્યારે પણ સોનિયા ગાંધી તેમની સાથે રહ્યા હતા. મારા પ્રથમ કાર્યકાળ દરમિયાન, જ્યારે અમારે ચાર વખત ભયંકર દુષ્કાળ અને દુષ્કાળનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે તેમણે રાહત કાર્યની સમીક્ષા કરવા અનેક જિલ્લાઓની મુલાકાત લીધી હતી, જે રાજસ્થાનના લોકો હજુ સુધી ભૂલી શક્યા નથી.

ગેહલોતે કહ્યું કે યુપીએ સરકાર દરમિયાન, સોનિયા, દ્ગછઝ્ર અધ્યક્ષ તરીકે, રાજસ્થાનમાં રિફાઇનરી, મેટ્રો જેવા મોટા પ્રોજેક્ટ્સ લાવવા અને કેન્દ્ર પાસેથી સહકાર મેળવવામાં રાજસ્થાનના હિતોની સુરક્ષા માટે હંમેશા મજબૂત હિમાયત કરી હતી. આજે રાજસ્થાનમાંથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે તેમની જાહેરાત સમગ્ર રાજ્ય માટે ખુશીની વાત છે, આ જાહેરાતથી તમામ જૂની યાદો તાજી થઈ ગઈ છે.