- દેં. બારીયામાં ચાર દિવસ અગાઉ યુવાન પ્રેમિકાનું અન્ય સાથે આડા સંબંધની શંકાએ કાસલ કાઢનાર કુટુંબી માસાએ પોલીસ કસ્ટડીમાં આયખું ટૂંકાવ્યું..
- આરોપીએ દેં. બારીયા પોલીસ લોકઅપમાં ધાબળાની કિનારી વડે ગળે ફાસો ખાઈ આયખું ટૂંકાવ્યું..
- હત્યારો આરોપીના કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજુર કરતા આરોપીએ રિમાન્ડ દરમિયાન પગલું ભર્યું..
- પોલીસે પોલીસ મથકમાં લાગેલા સીસીટીવી કેમેરાની ફૂટેજોની તપાસો હાથ ધરી..
- સમગ્ર પ્રકરણમાં પહેલા યુવાન પ્રેમિકાની હત્યા બાદ માસાએ પણ અગમ્ય કારણોસર જીવન લીલા સંકેલી લેતા પોલીસ બેડા સહિત પંથકમાં ચકચાર..
દાહોદ,
દાહોદ જિલ્લાના દેં. બારીયામાં ચાર દિવસ અગાઉ યુવાન પ્રેમિકાનુ અન્ય સાથે આડા સંબંધની શંકાએ કાસળ કાઢી નાખનાર માસાએ પણ પોલીસ કસ્ટડીમાં પોતાની જીવન લીલા સંકેલી લેતા ચકચાર મચી જવા પામી છે. પોતાના ચાર સંતાનો અને પત્નીને પણ વિલય કરતા મૂકી જીવન ટૂંકાવી નાખનાર માસાની આત્મહત્યા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે.
તાજેતરમાં બામરોલી ગામના જંગલ વિસ્તારમાંથી યુવતીની લાશ મળી આવી હતી જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં સમગ્ર હત્યાકાંડનો ભેદ ઉકેલી દીધો હતો.જેમાં ચાર સંતાનોના પિતા તેમજ યુવતીના કુટુંબી માસા એ જ અન્ય યુવક જોડે યુવતિના પ્રેમ સંબંધને લઈને હત્યાં કરી હોવાનું ઘસ્ફોટક કર્યું હતું.ત્યારે પોલીસે વધુ પૂછપરછ મામલે આરોપી માસાને કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજુર કરતા આરોપી માસાને દેવગઢ બારીયા પોલીસ મથક ખાતે મોકલી દેવામાં આવ્યો હતો.જ્યાં રાત્રીના સમયે આરોપીએ ઓઢવાની ચાદરની કિનારી વડે લોકઅપમાં આવેલા ખીલા જોડે લટકી આત્મહત્યા કરી જીવન લીલા સંકેલી લેતા પોલીસબેડા સહીત પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.ત્યારબાદ ફરજ પર હાજર પોલીસે હત્યારાની લાશ ઉતારી સરકારી દવાખાને લઇ જવાયો હતો.ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો હતો.હાલ પોલીસે ઘટના સંબંધી આરોપીની લાશનું પીએમ કરી અને પરિવારને સોંપી દેવામાં આવી છે.તેમજ ઘટના સંધર્ભે લીમખેડા ડિવિઝનના ડીવાયએસપીના માર્ગદર્શનમાં સીસીટીવી ફૂટેજોની તપાસવામાં આવી રહી છે.જેમાં ઘટના સમયે શું બન્યું હતું કે બહાર આવશે.
ચાર દિવસ અગાઉ પ્રેમ સબંધને લઇ ખૂની ખેલ ખેલનાર હત્યારા માસાની આત્મહત્યા: પ્રાયશ્ચિત કે શરમ સંકોચ.
પોલીસ કસ્ટડીમાં પોતાની જીવનલીલા સંકેલી દેવાનું કારણ કોટુંબિક માસાનું પ્રાયશ્ચિત કે લોકલાજની ચર્ચા પણ પંથકમાં ઉઠવા પામી છે.પોતાના કુટુંબની જ યુવતીને પોતાની હવસનો શિકાર બનાવનાર અને છાનગપાતીયા કરી પ્રેમિકા તરીકે પ્રસ્થાપિત કરી પોતાના પ્રેમને ભૂગર્ભમાં જ ધરભરાયેલો રાખનાર ચાર સંતાનોના પીતા એવા માસાએ પોતાનું આવું હીન કૃત્ય બહાર આવશે તેવું કદાચ વિચાર્યું નહી હોઈ પણ સમગ્ર મામલામાં પ્રણય ત્રિકોણ સર્જાતા પ્રેમિકાને આક્રોશ સાથે મોત ને ઘાટ ઉતારી દેતા તેનું આવું કૃત્ય સમગ્ર સમાજમાં ઘૃણાસ્પદ રીતે ચર્ચાના કેન્દ્ર સ્થાને આવતા સમાજમાં હવે હું શું મોઢું લઈને જઈશ.? તેવા વિચારથી કે પછી પોતાનાથી અર્ધી ઉંમરની કુટુંબની દીકરીને સાથે જીવવા મરવાના કોલ આપી પ્રેમિકા તરીકે પ્રસ્થાપિત કર્યા બાદ દ્વિધાયુક્ત પરિસ્થતિમાં પહોંચેલા હત્યારા માસાએ પોતાની જીવન લીલા સંકેલી લેવાની ઈચ્છા પ્રબલ બનાવી આ કૃત્ય કર્યું હોવાનું પણ મનાઈ રહ્યું છે. ત્યારે સમગ્ર કિસ્સો જર જમીન અને જોરૂ એ ત્રણેય કજયાના છોરુંની સાથે સાથે પ્રેમ આંધળો છે ની ઉકતીને સાર્થક કરતો હોય તેવું નથી લાગતું????