દાહોદ દાહોદ જીલ્લાના લીમખેડાના ડુંગરા ગામે તળાવ ફળિયામાં કોઈ અગમ્ય કારણોસર પોતાના મફલર વડે ગળે ફાંસો ખાઈ મોત મીઠું કરી લીધાનુ જાણવા મળ્યું છે.
લીમખેડાના ડુંગરા ગામે તળાવ ફળિયામાં રહેતા 32 વર્ષીય યોગેશભાઈ સુભાષભાઈ બારીયાએ ગત તા. 12-2-2024ના રોજ સાંજના છ વાગ્યાના સુમારે કોઈ અગમ્ય કારણોસર પોતાના જ ઘરમાં પોતાના મફલર વડે ગળે ફાંસો ખાઈ મોત મીઠુ કરી લીધું હતું.
આ સંબંધે ડુંગરા ગામના તળાવ ફળિયામાં રહેતા સુભાષભાઈ મેથીયાભાઈ બારીયાએ લીમખેડા પોલીસ સ્ટેશને જાણ કરતાં પોલીસે આ મામલે સી.આર.પી.સી. 174 મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળીયા કરી આગળ વધુ તપાસ હાથ ધરી છે.