વસંત પંચમીએ દાહોદ શહેર સહિત જીલ્લામાં માંગલિક પ્રસંગો તેમજ ડબગર સમાજ દ્વારા શોભાયાત્રા યોજી

દાહોદ,મહાસુદ પાંચમ એટલે વસંત પંચમી અને વસંત પંચમી એટલે ઋતુઓના રાજા વસંતનો પ્રારંભ. હિંદુ વર્ષના 12 મહિનામાં આવતા કેટલાક શુભ દિવસોમાં શ્રેષ્ઠ શુભ દિવસ તરીકે વસંત પંચમીનો ઉત્સવ ગણાય છે. આ દિવસે શુભ કાર્ય કરવા કોઈ મોહરત કાઢવાની જરૂર ન હોય દાહોદ શહેર સહિત જિલ્લામાં માંગલિક પ્રસંગો અને લગ્ન ઉત્સવનો માહોલ સર્જાવવા પામ્યો હતો. જ્યારે દાહોદમાં ડબગર સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

ધર્મ આરોગ્ય અને પ્રકૃતિના સંગમ સમા વસંત પંચમી જીવનમાં નવો રંગ અને જોમ ભરી દેનાર વસંત ઋતુમાં આવતો મહા સુદ પાંચમના વસંત પંચમીનો તહેવાર ઉજવાય છે.

આ દિવસે વિદ્યાન જ્ઞાનની દેવીમાં સરસ્વતીજી સાથે કામના દેવીની પણ આરાધના થાય છે. શુભ દિવસ છે. આખો દિવસ સારા મુરતો રહેવાથી લગ્ન સહિત અનેક શુભ કાર્યો યોજાય છે. વસંત પંચમીના દિવસે વધુ લગ્ન હોય ફરાસખાના પાર્ટી પ્લોટ નું અગાઉથી જ બુકિંગ થઈ જતું હોય છે. વસંત પંચમીનો શ્રેષ્ઠ શુભ દિવસ હોય શુભ કાર્ય કરવા જ્યોતિષ કે ગોર મહારાજ કે કોઈ પુરોહિત પાસે મુરત કઢાવવાની જરૂર ન હોય આજના શુભ દિવસે દાહોદ જિલ્લામાં અનેક ઠેકાણે નવા કામકાજના મુહૂર્તો ઉદ્ઘાટનો તથા લગ્ન નો મહાલ સર્જાયો હતો. તો મંદિરોમાં પણ વિશેષ દર્શન યોજાયા હતા. જ્યારે ડબગર સમાજ દ્વારા વસંત પંચમીના પર્વ નિમિત્તે શ્રી રાધાકૃષ્ણ મંદિરનો પાટોત્સવ યોજાયો હતો. જેમાં ગણેશ સ્થાપના આરતી પૂજા ગરબા ભજન તેમજ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં સમાજના સૌ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા. વસંત પંચમીનો ઉત્સવ દાહોદ સહિત જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

વસંત પંચમી નિમિત્તે દાહોદમાં ગુજરાતીવાડ સ્થિત ગોકુલનાથજી મંદિરમાં પાટોત્સવ ઉજવણી કરવામાં આવી હતી અને આ નિમિત્તે મંદિરમાં નંદમહોત્સવ રાજભોગમાં વસંતોત્સવ કેસર સ્નાનના દર્શન યોજવામાં આવ્યા હતા.