
- જેમાં ધોરણ,10 અને ધો.12 ના વિધાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો…
વીરપુર,આ પ્રસંગે શાળામાં પ્રથમ ક્રમે ઉતીર્ણ થયેલ વિધાર્થીઓને ટ્રોફી તેમજ શ્રેષ્ઠ વિધાર્થી પુરસ્કાર સન્માન પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા જેમાં શાળા પરિવાર ટ્રસ્ટીગણ તરફથી સર્વે ઉપસ્થિત મહાનુભાવોનું ગુલદસ્તાથી સન્માન કરવામાં આવ્યું. જેમાં પ્રમુખ રાધુસિંહજી એમ.પરમાર, ચતુરસિંહ એસ.પરમાર, પ્રોફેસર, સી.આર.ઝાલા, શનાભાઇ ઠાકોર તેમજ શાળાના આચાર્ય તેમજ શિક્ષકગણ તેમજ સોશ્યલ મીડિયા અને આઈ.ટી. સેલ મહીસાગર જિલ્લા ઇન્ચાર્જ મહેશ ઠાકોર સહિતના ઉપસ્થિત રહ્યા.