ઝાલોદના બંબેલા ગામે માછણ નદીમાં અકસ્માતે પડી ગયેલ વૃદ્ધનુ મોત

ઝાલોદ,બંબેલા ગામે માછણ નદીમાં અકસ્માતે પડી જતાં 62 વર્ષિૈય વૃદ્ધનુ મોત નીપજયું હતુ. છાસીયા ગામે મરણ પ્રસંગમાંથી પરત આવતી વેળાએ અકસ્માતે નદીમાં પડી ગયા હતા.

બંબેલા ગામના 62 વર્ષિય પ્રેમાભાઈ સેલોત છસારીયા મરણ પ્રસંગમાં ગયા હતા. ત્યારે ત્યાંથી પરત ફરતી વેળાએ કોઈ કારણોસર નદીમાં પડી ગયા હતા જેમાં પાણીમાં ડુબી જવાથી મોત નીપજયું હતુ. બીજા દિવસે સવાર સુધી પ્રેમાભાઈ સેલોત ધરે પરત નહિ આવતા પરિવારે શોધખોળ આદરી હતી. ત્યારે મૃતદેહ માછણ નદીના પાણીમાં તરતો મળી આવ્યો હતો. જેની પોલીસને જાણ કરતા ધટના સ્થળે પહોંચી મૃતદેહ નદીમાંથી બહાર કાઢી પી.એમ.અર્થે મોકલી આપ્યો હતો. આ સંદર્ભે મૃતકના પુત્રે ઝાલોદ પોલીસમાં લેખિત અરજી આપતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંઘ્યો હતો.