સ્વાતત્ર્ય પછી પ્રથમ વાર દક્ષિણ ગુજરાતના ધરમપુર વિસ્તારમાં ભારતના રાષ્ટ્રપતિની મુલાકાતનું બહુમાન મેળવનાર શ્રીમદ્ રાજચદ્રં મિશન ધરમપુરે હાલના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મૂર્મુનું ઉમંગથી સ્વાગત કર્યું હતું. ગુરુદેવ રાકેશજીના આમંત્રણને માન આપી પધારેલા રાષ્ટ્રપતિની આ આધ્યાત્મિક અભયારણ્યની મુલાકાત એક ઐતિહાસિક અવસર બની રહ્યો હતો.
શ્રીમદ્ રાજચદ્રં મિશન ધરમપુરના આંગણે ઉજવાયેલ આ ગૌરવપૂર્ણ પ્રંસગ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેબિનેટ મંત્રી ડૉ. કુબેર ડિંડોર, રાજ્ય મંત્રી જગદીશ પંચાલ અને આદિજાતિ વિકાસ વિભાગના મુખ્ય સચિવ ડૉ. એસ. મુરલી ક્રિષ્નાની ઉપસ્થિતિથી શોભાયમાન હતો.
રાષ્ટ્રપતિએ પુજ્ય ગુરૂદેવ રાકેશજીની પ્રેરણાથી નિર્મિત વિશાળ, પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરની મુલાકાત લીધી હતી. જેના અણએ અણુમાં પવિત્રતા અને દિવ્યતાના સ્પદનો વ્યાપ્ત છે એવા આ આશ્રમના અત્યાધુનિક સત્સંગ અને ધ્યાન સકુંલ ‘રાજ સભાગૃહ’માં પધાર્યા હતા. જ્યાં ઉપસ્થિત હજારો અને ઓનલાઇન નિહાળતાં લાખો ભક્તોએ રાષ્ટ્રપતિનું હર્ષોલ્લાસ પૂર્વક સ્વાગત કર્યું હતું.
શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના ટ્રસ્ટીઓ દ્વારા રાષ્ટ્રપતિનું હાર અને શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. આ મુલાકાતનું સુંદર સંભારણું આપતા ગુરુદેવ રાકેશજીએ રાષ્ટ્રપતિને શ્રીમદ્ રાજચંદ્રજીની પ્રતિમા અને રાજ સભાગૃહની સુંદર પ્રતિકૃતિ ભેટ આપી હતી. શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના મહિલા સશક્તિકરણ કાર્યક્રમની આદિવાસી બહનોએે જાતે બનાવેલી વિશિષ્ટ ભેટ આપી હતી અને આદિવાસી લોકો દ્વારા પ્રસ્તુત થયેલ એક સુંદર ડાંગી નૃત્ય તેમણે આનંદથી માણ્યું હતું.
શ્રીમતી દ્રોપદી મૂર્મું આદિવાસી પ્રજામાંથી આવલે પ્રથમ રાષ્ટ્રપતિ છે અને આદિવાસી સમુદાયોના ઉત્કર્ષ માટે કાર્ય કરે છે. શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર વર્ષોથી દક્ષિણ ગુજરાતના આદિવાસી લોકોના ઉત્થાન માટે શિક્ષણ, આરોગ્ય, મહિલા વિકાસ વગેરે અનેક ક્ષેત્રોમાં સફળતાપૂર્વક અનેક કાર્યો કરી રહ્યું છે, જે માટે રાષ્ટ્રપતિએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમમાં આગળ વધતા રાજ્યપાલે પૂજ્ય ગુરુદેવ રાકેશજીની હિન્દી સત્સંગ શ્રેણી ‘તભી ઈશ્વર પ્રસન્ન હોંગે’ અને ધ્યાન શ્રેણી ‘ક્ષમા’નું વિમોચન કર્યું હતું. રાજ્યપાલએ આ શ્રેણીનો પ્રથમ સેટ રાષ્ટ્રપતિને ભેટમાં આપ્યો હતો. આમ આ અવસર ધર્મ, સમાજસેવા અને રાષ્ટ્રની આગેવાનીના સભગુ મિલનરૂપ બની રહ્યો હતો.
આ પ્રસંગને પોતાના વક્તવ્યમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, “શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં આવીને હું એક મહાન આધ્યાત્મિક પરંપરા પ્રત્યે મારો આદર વ્યક્ત કરૂ છું. શ્રીમદ્ રાજચંદ્રજીના પગલે ચાલીને પુજ્ય ગરુદેવ રાકેશજીએ આધ્યાત્મિક ક્ષેત્રે અભતૂપૂર્વૂ કાર્ય કર્યું છે. તેમણે પોતાનું જીવન માનવજાતને શાંતિ અને સંવાદિતા તરફ દોરી જવા માટે સમર્પિત કર્યું છે. તેઓનું આ ઉમદા કાર્ય માનવતાના કલ્યાણમાં મોટું યોગદાન છે. હું ઈચ્છું છું કે લોકો વિશ્વભરમાં આ સંસ્થાના 200થી વધુ કેન્દ્રોમાં જઈને જ્ઞાન મેળવે અને તેમના જીવનને સાર્થકર્થ કરે અને આ જ્ઞાનને સમગ્ર માનવતા સુધી પહોંચાડે.