દાહોદ,
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના બામરોલી ગામે એક અંદાજે 20 થી 25 વર્ષીય યુવતીની ધડથી અલગ થયેલી લાશ નજીકના જંગલમાંથી મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી દાહોદ એલ.સી.બી. પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરતાં ચોંકાવનારો ખુલાસો થતાં જિલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. યુવતીને મોતને ઘાટ ઉતારનાર તેના માસાજ હોવાનું બહાર આવવા પામ્યું છે. ભાણેજ અને માસા વચ્ચે પ્રેમ સંબંધ હોઈ અને ભાણેજ યુવતીએ અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ રાખતી હોવાથી પોતાના માસાને આ ગમતું ન હોવાને કારણે યુવતીના માસાએ પોતાની ભાણીને જંગલમાં લઈ લઈ છરા વડે કરપીણ હત્યા કરી નાંખી હોવાની હત્યારા માસાએ પોલીસ સમક્ષ કબુલાત કરતાં પોલીસ બેડામાં પણ સ્તબ્ધતા છવાઈ ગઈ હતી.
ગત તા.07મી સપ્ટેમ્બરના રોજ દેવગઢ બારીઆ તાલુકાના બામરોલી ગામે એક 20 થી 25 વર્ષીય યુવતીની ધડથી અલગ થયેલી લાશ મળી આવી હતી. દાહોદ એલ.સી.બી. પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી અળગ અલગ ટીમો બનાવી હતી. વિસ્તારના સીસીટીવી ફુટેજની તપાસ હાથ ધરી હતી. પોલીસે ઈન્ટેલીજન્સીની મદદથી વણઓળખાયેલ મૃતક યુવતીની લાશ તથા આરોપીની ઓળખ પ્રસ્થાપિત કરી પોલીસે ધરપકડના ચક્રોગતિમાન કર્યાં હતાં. પોલીસે મૃતક યુવતીના પરિવારજનોનો સંપર્ક સાંધ્યો હતો અને અલગ અલગ મુદ્દાઓ જેવા કે પારીવારીક, પ્રેમ સંબંધ, વ્યક્તિગત અદાવત તેમજ ખાસ કરીને અંતરીયાળ વિસ્તારમાંથી લાશ મળેલ હોય તે અલગ અલગ દિશાઓમાં તપાસ કરતાં પોલીસ સમક્ષ પ્રેમ પ્રકરણનો મુદ્દો તપાસમાં વિશેષ મળ્યો હતો. પોલીસે તે દિશામાં તપાસ કરતાં મૃતક યુવતીના દુરના માસા જેન્તીભાઈ છત્રસિંહ રાઠવા (રહે. વાવ લવારીયા, માળ ફળિયુ, તા. દેવગઢ બારીઆ, જિ.દાહોદ) ની ઉપર શંકા ગઈ હતી. પોલીસે તેની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો. જેથી પોલીસે તેને પોલીસ મથકે લાવી સઘન પુછપરછ કરતાં જેન્તીભાઈ ભાંગી પડ્યાં હતાં અને પોલીસ સમક્ષ કબુલ્યું હતું કે, મૃતક યુવતી અને જેન્તીભાઈ વચ્ચે પ્રેમ સંબંધ હતો. યુવતી અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ રાખતી હોવાના ખોટા શક વહેમ જેન્તીભાઈ રાખતા હતાં. યુવતીનો અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ રાખી હતી. યુવતીને મોતને ઘાટ ઉતારી નાંખવાનો જેન્તીભાઈએ પ્લાન બનાવી દીધો હતો. ગતરોજ યુવતીને જેન્તીભાઈ પોતાની ઈકો ગાડીમાં બેસાડી બામરોલી ગામના અંતરીયાળ જંગલમાં લઈ ગયો હતો અને પોતાની સાથે એક ધારદાર છરો પણ લઈ ગયો હતો. જ્યાં મોકો જોતા જેન્તીભાઈએ યુવતીને મોતને ઘાટ ઉતારી નાંખી હતી અને શરીરથી ધડ અલગ કરી નાંખ્યું હતું. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે