ગાંધીનગર, ગુજરાત રાજ્યની તિજોરીમાં વેરાની આવક ધમધોકાર સાબિત થઈ છે જેમાં ખાસ કરીને સ્ટેમ્પ ડ્યુટી અને વિદ્યુત શુલ્ક કમાઉ દીકરો થયો છે.જેની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે જે આવકનો સરવાળો ૨૬,૮૦૦ કરોડ થવા જાય છે છેલ્લા એક વર્ષ દરમિયાન રાજ્યમાં મનોરંજન કરમા વિક્રમ ઘટાડો થયો છે પરંતુ સ્ટેમ્પ ડ્યુટી અને વિદ્યુત શુલ્કની આવકમા કોઈ ઘટાડો થયો નથી જમીન મહેસુલ ની પણ ઊંચા દરે વસૂલાત કરવામાં આવી રહી છે છેલ્લા એક વર્ષ દરમિયાન સરકારની આવકમાં ૧૦,૦૦૦ કરોડનો વધારો નોંધાયો છે.
ગુજરાત સરકારના નાણા વિભાગે રજૂ કરેલા દસ્તાવેજમાં જણાવ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૩- ૨૪ના અંતે રાજ્ય સરકારની પોતાની વેરાની આવક વધીને ૧,૩૪,૧૦૬ કરોડ, થઈ છે જે અગાઉ વર્ષના વર્ષમાં છ૧,૨૪,૮૬૪ કરોડ થવા પામી હતી. સ્ટેમ્પ ડ્યુટી અને વિદ્યુત શુલ્ક ની આવકમાં વાષક વૃદ્ધિ દર ૧૦%થી વધારે છે પરંતુ તેની સાથોસાથ જમીન મહેસૂલનો દર પણ ૧૩.૨૮% જેટલો વિક્રમી રહ્યો છે.
છેલ્લા ૧૩ વર્ષ દરમિયાન આવક ના આંકડા ની સરખામણી કરતા ૨૦૧૧ -૧૨ માં રાજ્યની તિજોરીમાં વેરાની આવક માત્ર ૪૪,૨૫૦ કરોડ રૂપિયા હતી જે ૨૦૨૧-૨૨માં વધીને ૯૭૭૦૯ કરોડ એ પહોંચવા પામી છે. અગાઉ વેચાણ વેરા અને મૂલ્યવધત વેરાની આવક મળતી હતી પરંતુ હવે ગુડ સવસ ટેક્સ જીએસટીની આવક મળી રહી છે ગયા વર્ષે જીએસટીની આવક ૮૯૧૩૮ કરોડ હતી ચાલુ વર્ષે ૯૩,૬૧૫ કરોડ થવાની સંભાવના છે.
ગુજરાતની પ્રજા મોંઘવારીના માર વચ્ચે પીસાઈ રહી છે ત્યારે સરકારની તિજોરી વેરાની આવકથી છલોછલ થઈ રહી છે છેલ્લા એક વર્ષમાં સરકારની આવકમાં ૧૦,૦૦૦ કરોડની આવકનો જંગી વધારો નોંધાયો છે રાજ્ય સરકારે મનોરંજન કર ની આવકમાં ઘટાડો નોંધાયો છે પરંતુ સ્ટેપ ડ્યુટી વિદ્યુત શુલ્ક માં કોઈ ઘટાડો થયો નથી જમીન મહેસૂલ પણ ઊંચા દરે વસૂલવામાં આવતું હોવાથી સરકારની તિજોરી વેરાની આવકથી છલોછલ થઈ છે રાજ્ય સરકારને છેલ્લા વર્ષમાં સ્ટેમ્પ ડ્યુટી અને વિદ્યુતની ૨૬,૮૦૦ કરોડની જંગી આવક પ્રાપ્ત થઈ છે તો સામાન અને ઉતારો વેરાનો વેરો અને મનોરંજન વેરાને બાદ કરતાં તમામ વેરાની એકંદરે ૯.૬૭% ની વૃદ્ધિ થઈ છે.