ભાજપે રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારો જાહેર કર્યા : 4 ઉમેદવાર સાથેના ગોધરાના જસવંતસિંહ પરમારને ઉમેદવાર જાહેર કર્યા.

ભાજપે રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં જે.પી. નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક, જસવંતસિંહ પરમારને ઉમેદવાર જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ રામ મંદિર નિર્માણમાં 11 કરોડનું દાન કર્યું હતું. જેના બદલામાં ભાજપે ગોવિંદભાઈને પ્રસાદીના રૂપમાં રાજ્યસભાની ટિકિટ આપી છે. જ્યારે મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાનું પત્તુ કપાયું છે.

એક બ્રાહ્મણ, એક પાટીદાર અને બે OBC ઉમેદવાર ગુજરાત રાજ્ય સભા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી સરપ્રાઈઝ આપી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા ગુજરાતથી રાજ્યસભા લડશે. લેઉવા પટેલ સમાજના લીડર અને સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા પણ બનશે રાજ્યસભાના સાંસદ. બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને ઉત્તર ગુજરાતના અગ્રણી મયંક નાયકને પણ રાજ્યસભાની લોટરી લાગી છે. મધ્ય ગુજરાતમાંથી ભાજપના અગ્રણી જશવંતસિંહ પરમાર પણ રાજ્યસભાના સાંસદ બનશે.

જસવંતસિંહ પરમાર ડોક્ટર, હોસ્પિટલ ચલાવે છે ગોધરાના વતની એવા ડો.જશવંતસિંહ પરમારનો જન્મ 15 જૂન, 1975ના રોજ થયો હતો. તેમના પિતા સલામસિંહ પરમાર પ્રિન્સિપાલ હતા. તેમણે અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાંથી MBBS અને NHL મેડિકલ કોલેજમાંથી MS(માસ્ટર ઓફ સર્જરી) કર્યું છે. હાલ તેઓ ગોધરામાં ભાગ્યોદય હોસ્પિટલ ચલાવી રહ્યા છે. તેમજ તેઓ વાઘજીપુરમાં એક પેટ્રોલપંપ પણ ધરાવે છે. તેમની રાજકીય સફરની વાત કરીએ તો તેઓ ગોધરા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે. તેમજ ત્રણ ટર્મ સુધી ગોધરા જિલ્લા પંચાયતના સભ્ય પણ હતા.

પત્ની લેબ ટેકનિશિયન છે

જ્યારે પરિવારની વાત કરીએ તો તેમના પત્નીનું નામ કલ્પનાબેન લેબ ટેકનિશિયન છે. તેમને મંથન અને પ્રણલ નામના બે સંતાન છે. જેમાંથી મંથને MBBS કર્યું છે, અને પ્રણલ ધોરણ 10માં અભ્યાસ કરે છે.