ઈન્ડોનેશિયામાં ચૂંટણી આવતાં જ સિગારેટ ની માંગ વધી જાય છે !

અહીની ચૂંટણી બે કારણોસર ખૂબ જ રસપ્રદ બની છે. અહીં ચૂંટણી પહેલા સિગારેટ અને કોફીની માંગ વધી છે. બીજું, 14 ફેબ્રુઆરીએ, જ્યારે વિશ્વભરના યુવાનો વેલેન્ટાઇન ડેની ઉજવણી કરશે, ત્યારે મુસ્લિમ બહુમતી ધરાવતા દેશ ઇન્ડોનેશિયાના યુવાનો તેમની આગામી સરકારને ચૂંટવા માટે મતદાન કરશે.

આ દેશમાં ચૂંટણી દરમિયાન એક અનોખી ઘટના જોવા મળી રહી છે. જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ તેમ સિગારેટ અને કોફીની માંગ વધવા લાગે છે.ત્યારે સિગારેટ અને કોફીની માંગ ચૂટણી સમયે કેમ વધે છે તેની પાછળનું કારણ શું છે અને તે કયો દેશ છે ચાલો જાણીએ.

આ દેશ બીજો કોઈ નહી પણ ઈન્ડોનેશિયા છે. જયાં 14મી ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે અને આ સમયે ઈન્ડોનેશિયાના સિગારેટ ઉત્પાદકો પાસે સમય નથી. દેશમાં સિગારેટની માંગ એટલી વધી ગઈ છે કે કંપનીઓએ તેનું ઉત્પાદન વધારવું પડશે. દરેક વખતે ચૂંટણી પહેલા ઈન્ડોનેશિયાની અર્થવ્યવસ્થામાં તેજી જોવા મળે છે. ચાલો જાણીએ આ પાછળનું કારણ શું છે.

બેંક ઈન્ડોનેશિયાના ગવર્નર પેરી વારજીઓએ 21 ડિસેમ્બરના રોજ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે આગામી ચૂંટણીની અર્થવ્યવસ્થા પર સકારાત્મક અસર પડશે. ગવર્નરના આ નિવેદન પર એક અર્થશાસ્ત્રીએ કહ્યું કે આવું એટલા માટે છે કારણ કે ચૂંટણીની મોસમ દરમિયાન સામાન્ય રીતે અનેક ચીજવસ્તુઓની માંગ વધી જાય છે.

માંગ કેમ વધે છે? : માંગમાં વધારા અંગે વાણિજ્ય ઉદ્યોગના વડા આદિક દ્વિ પુત્રાંતોએ મીડિયાને જણાવ્યું હતું કે ચૂંટણી પહેલા પ્રચાર દરમિયાન સિગારેટ જેવી વસ્તુઓની માંગ વધી જાય છે, કારણ કે સામાન્ય રીતે ચૂંટણી દરમિયાન ઘણી બેઠકો હોય છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે. પુત્રાંતોએ વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણીમાં ઉમેદવારો તેમના એજન્ડાને લોકો સુધી પહોંચાડવા માટે મોટી બેઠકો યોજે છે. આવી સભાઓમાં સામાન્ય રીતે લોકોને સિગારેટ અને કોફી પીરસવામાં આવે છે.

તેણે કહ્યું કે ઈન્ડોનેશિયામાં કોફી સાથે સિગારેટ પીવામાં આવે છે. જો તમે ધૂમ્રપાન કરો છો અને કોફી નથી પીતા તો તે બિલકુલ યોગ્ય નથી લાગતું. ઇન્ડોનેશિયાની કસ્ટમ અને એક્સાઇઝ એજન્સી અનુસાર, 2019ની ચૂંટણીની મોસમ દરમિયાન સિગારેટનું ઉત્પાદન 24.36 થી વધીને આશરે 29.6 બિલિયન સ્ટીક્સ માસિક થયું છે.

14મી ફેબ્રુઆરીએ મતદાન : જ્યારે વિશ્વભરના યુવાનો 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરશે, ત્યારે મુસ્લિમ બહુમતી ધરાવતા દેશ ઇન્ડોનેશિયામાં અડધાથી વધુ યુવા મતદારો તેમની આગામી સરકારને પસંદ કરવા માટે મત આપશે. ઈન્ડોનેશિયામાં 50 ટકાથી વધુ યુવા મતદારો છે. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ તેમની બે ટર્મની મહત્તમ મર્યાદા પૂર્ણ કરી છે. આ ચૂંટણીમાં ત્રણ ઉમેદવારો પ્રબોવો સુબિયાન્તો, ગંજર પ્રનોવો અને અનીસ બસવેદાન રાષ્ટ્રપતિ બનવા માટે પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.