વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જાહેર આરોગ્ય સંભાળ માટે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ નો ઉપયોગ કરવામાં સાવધાની રાખવાની હાકલ કરી છે. ત્યારે ભારતીય રાજ્યોની પૃષ્ઠભૂમિ, તેની ઘણી ભાષાઓ, રંગો, સંસ્કૃતિઓ અને પરંપરાઓ સાથે આ ખતરો વધુ અસમાનતા અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા જૂથોને વધુ બાકાત કરી શકે છે, જે આજીવિકા, તકો, સુખાકારી અને જીવનના સંદર્ભમાં ઊંચા ખર્ચમાં નાખી શકે છે. તાજેતરમાં જ્યોફ્રી હિન્ટન (કૃત્રિમ બુદ્ધિમત્તાના પ્રણેતા), એલોન મસ્ક (ટેસ્લાના સહ-સ્થાપક અને સીઈઓ), ઈમાદ મોસ્તાક (બ્રિટિશ નિષ્ણાત), કેથી ઓ’નીલ (અમેરિકન ગણિતશાસ્ત્રી , ડેટા સાયન્ટિસ્ટ અને લેખક), સ્ટુઅર્ટ જે. રસેલ (બ્રિટિશ કમ્પ્યુટર સાયન્ટિસ્ટ), સહિત ટેક્નોલોજી નેતાઓ, સંશોધકો અને નિષ્ણાતો દ્વારા આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ વિરુદ્ધ આપવામાં આવતી ચેતવણીઓમાં વધારો થયો છે. પરંતુ ભારતમાં નીતિ આયોગની રિસ્પોન્સિબલ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ માટેની ખતરા માટે ઓછા અવાજો આવ્યા છે; કેટલાક જર્નલ પેપર્સ અને લેખો તોળાઈ રહેલા જોખમોની ચેતવણી આપે છે. આ યાદીમાં નામ ઉમેરવા માટે ભારતે એ સમજવાની જરૃર છે કે હવે યાન આપવાનો અને તૈયારી કરવાનો સમય આવી ગયો છે. પ્રવચન, વિચાર-વિમર્શની જરૃર છે. ડાયસ્ટોપિયન વિશ્ર્વની શક્યતા જ્યાં મશીનો મનુષ્યોને વટાવી જાય છે તે વધુ દૂરસ્થ સંભવિત ખતરો છે, જેની સંભાવનાને વધુ ચર્ચા અને વિચાર-વિમર્શની જરૃર છે.
એલ્ગોરિધમ્સ અને કૃત્રિમ બુદ્ધિમત્તા જે વધુ તાત્કાલિક ખતરો ઉભી કરે છે તે પૂર્વગ્રહોને વધુ મજબૂત કરવા, પ્રતિનિધિત્વને ઓછો કરવા અને વિવિધતાને તુચ્છ બનાવવાનો છે. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને આપટી ઇન્સ્ટિટયૂટના તાજેતરના અહેવાલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે કે ’અલગોરિધમિક પૂર્વગ્રહ નાણાકીય સેવાઓ, આરોગ્યસંભાળ, વર્કર પર સૌથી વધુ અસર કરે છે’. આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ-જનરેટેડ ક્રેડિટ સ્કોરિંગ પુરૃષોની સરખામણીમાં સ્ત્રીઓને ઓછા સ્કોર આપવાનું વલણ દર્શાવે છે, પછી ભલે તેમની નાણાકીય પૃષ્ઠભૂમિ સમાન હોય. હેલ્થ-કેર ડાયગ્નોસ્ટિક્સમાં એપ્લિકેશન પરના સંશોધને કેટલાક લોકો સામે નોંધપાત્ર પૂર્વગ્રહોને ઓળખી કાઢયા છે કારણ કે મોડેલને તાલીમ આપવા માટે ઉપયોગમાં લેવાતો મોટા ભાગનો ડેટા યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીનનો હોય છે, ને આ દેશોમાં પણ એ તમામ સમુદાયોનું પ્રતિનિધિત્વ નથી. આ પૃષ્ઠભૂમિ સાથે, આપણે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ રોલર કોસ્ટર પર કૂદતા પહેલા થોભો અને વિચારીએ. ભારતમાં વ્યાપારી અને સરકારી બંને પહેલાથી જ બહેતર લક્ષ્યાંક, કાર્યક્ષમતા, નફો, તેમજ ’સમજાયેલા અને મોટા ભાગે હેતુવાળા’ સામાજિક કલ્યાણ માટે બિગ ડેટાથી આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ તરફ આગળ વધી રહ્યા છે. ચાટ જીપીટી ની સનસનાટીભરી લોકપ્રિયતા વધી રહી છે કારણ કે સામાજિક પ્રભાવક સંસ્થાઓ અને સરકારી એજન્સીઓ તેનો ઉપયોગ તેમની પોતાની જાહેર માહિતી પ્રણાલીઓ અને સંચાર મિકેનિઝમ્સને કસ્ટમાઇઝ કરવા માટે કરે છે.