બિહારમાં જદયુ-ભાજપની સરકાર રહેશે,નીતિશ કુમારે ફ્લોર ટેસ્ટ પાસ, ૧૨૯ વોટથી સાબિત બહુમતી કરી

પટણા, બિહાર વિધાનસભામાં વિશ્વાસ મત પસાર કરવામાં આવ્યો હતો. જેમાં એનડીએને ૧૨૯ વોટ મળ્યા હતા. આમ, ફરીથી બિહારમાં નીતીષ સરકાર બની રહેશે. જોકે, રાજદ અને કોંગ્રેસ વિશ્વાસ મત હાંસલ કરી શકયા નથી જ્યાં નીતિશ કુમારની આગેવાની હેઠળની નવી સરકારે સત્તા પ્રાપ્ત કર્યાના ૧૫ દિવસ બાદ આજે એટલે કે સોમવારે ગૃહમાં વિશ્ર્વાસ મત જીતી લીધો છે. બિહાર વિધાનસભામાં પહેલા વિશ્વાસમતને લઈને ચર્ચા થઈ, પછી વિશ્વાસ મતને ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યો અને તે પછી મતદાન થયું હતું. આ દરમિયાન વિપક્ષના સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. વોટિંગમાં નીતિશ સરકારના પક્ષમાં ૧૨૯ વોટ મળ્યા જ્યારે વિરોધમાં ૦ વોટ મળ્યા હતા.નીતિશ સરકારે ગૃહમાં વિશ્વાસ મત જીતતાની સાથે જ બિહારમાં છેલ્લા ૧૫ દિવસથી ચાલી રહેલી રાજકીય રમત અને અટકળોનો એક રીતે અંત આવ્યો હતો. વાસ્તવમાં ગૃહમાં ફ્લોર ટેસ્ટ પહેલા વિપક્ષ એટલે કે મહાગઠબંધન દ્વારા સરકાર લઘુમતીમાં હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ ફ્લોર ટેસ્ટમાં વિપક્ષનો આ દાવો ખોટો સાબિત થયો હતો. ઉલ્લેખનીય છે કે, બિહાર વિધાનસભામાં કુલ ધારાસભ્યોની સંખ્યા ૨૪૩ છે. ગૃહમાં બહુમત સાબિત કરવા માટે ૧૨૨ ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે, પરંતુ ફ્લોર ટેસ્ટમાં નીતિશ સરકારને આ સંખ્યા કરતા વધુ ધારાસભ્યોનું સમર્થન મળ્યું હતું.

ગૃહમાં ચર્ચા દરમિયાન નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ સિવાય ડેપ્યુટી સીએમ વિજય સિંહા અને સમ્રાટ ચૌધરીએ પણ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. આ દરમિયાન નીતિશ કુમારે તેજસ્વી યાદવ પર નિશાન સાધ્યું અને તેજસ્વી યાદવે નીતીશ કુમાર પર ખૂબ નિશાન સાધ્યું હતું.

આ પહેલા તેજસ્વી યાદવે બિહારના સીએમ નીતિશ કુમાર પર નિશાન સાધ્યું છે. તેજસ્વી યાદવે કહ્યું કે, તમે જાણ કર્યા વિના ગવર્નર હાઉસ ગયા, કમસેકમ તમારે પૂછવું જોઈતું હતું અને કોઈ મૂંઝવણ હતી તો કહેવી જોઈતી હતી. નીતિશ કુમાર પર નિશાન સાધતા તેજસ્વીએ કહ્યું કે, હું તમને ૯ વખત સીએમ બનવા બદલ અભિનંદન આપું છું, પરંતુ એક જ ટર્મમાં ૩ વખત સીએમ બનવાનો આ અદભૂત નજારો મેં પહેલીવાર જોયો છે. સમ્રાટ ચૌધરી પર નિશાન સાધતા તેજસ્વી યાદવે કહ્યું કે, તેમણે કહ્યું કે ભાજપ મારી માતા છે, પરંતુ હું કહું છું કે અસલી માતા આરજેડી છે.

તેજસ્વી યાદવે કહ્યું કે, તમે જાણ કર્યા વિના ગવર્નર હાઉસ ગયા, કમસેકમ તમારે પૂછવું જોઈતું હતું અને કોઈ મૂંઝવણ હતી તો કહેવી જોઈતી હતી. નીતીશ કુમાર પર નિશાન સાધતા તેજસ્વીએ કહ્યું કે, હું તમને ૯ વખત સીએમ બનવા બદલ અભિનંદન આપું છું, પરંતુ એક જ ટર્મમાં ૩ વખત સીએમ બનવાનો આ અદભૂત નજારો મેં પહેલીવાર જોયો છે. સમ્રાટ ચૌધરી પર નિશાન સાધતા તેજસ્વી યાદવે કહ્યું કે, તેમણે કહ્યું કે ભાજપ મારી માતા છે, પરંતુ હું કહું છું કે અસલી માતા આરજેડી છે.

વિજય સિંહાજી એક ટર્મમાં સ્પીકર, વિપક્ષના નેતા અને ડેપ્યુટી સીએમ બન્યા, આ માટે અભિનંદન. તેજસ્વી યાદવે કહ્યું કે, સીએમ આદરણીય હતા અને રહેશે. મને સાથે કામ કરવાનો મોકો મળ્યો અને મેં કામ કર્યું છે. તેણે ઘણી વખત કહ્યું કે, તેજસ્વી મારા પુત્ર સમાન છે, મેં તેને મારો વાલી પણ માન્યો છે. નીતિશ કુમારે ઘણી વખત જાહેરમાં કહ્યું હતું કે, હવે માત્ર તેજસ્વી જ આગળ વધશે, પરંતુ કદાચ મારી સાથે વનવાસની સ્થિતિ સર્જાશે. હું સંમત છું કે કોઈ મજબૂરી હશે પણ હું તેને વનવાસ ગણતો નથી. પહેલીવાર જ્યારે નીતીશ કુમારે આવું કર્યું ત્યારે પણ કહ્યું હતું કે, તેજસ્વી જે કંઈ છે તે ક્લિઅર કરો.

તેજસ્વી યાદવે કહ્યું કે, હું નીતિશ જીનું સન્માન કરું છું અને ભવિષ્યમાં પણ તેમનું સન્માન કરીશ. બિહારના લોકો જાણવા માંગે છે કે તમે શા માટે જ્યાં-ત્યાં દોડો છો. આપણે ૨૦૨૦ની ચૂંટણી જીત્યા. નીતિશજીએ કહ્યું હતું કે, જો હું દ્ગડ્ઢછ છોડીશ તો હું મરી જઈશ, ગાયબ થઈ જઈશ. તમે કહ્યું હતું કે, અમારો એકમાત્ર ઉદ્દેશ્ય દેશના વિપક્ષને એકત્ર કરવાનો છે. જ્યારે સીએમ ગવર્નર હાઉસમાં સરકારને પછાડવા ગયા ત્યારે તેમણે કહ્યું કે તેમને એવું નથી લાગ્યું. નીતીશજીએ તે કામ કર્યું જે તેમણે અશક્ય કહ્યું હતું. ત્યારે નીતીશજીએ ૨૦૨૦માં કહ્યું હતું કે, પૈસા ક્યાંથી આવશે, પિતાનું નામ લઈને કહ્યું કે, ક્યાંથી રોજગાર આપશે. તેજસ્વી યાદવે કહ્યું કે, હું વિપક્ષમાં હોવાનો મને દુ:ખ નથી, મને ગર્વ છે કે મેં ૧૭ મહિનામાં કામ કર્યું છે, જે એક રેકોર્ડ છે.

તેજસ્વીએ કહ્યું કે, મેં તો ત્યાં સુધી કહ્યું હતું કે હું સરકારને બહારથી સમર્થન આપીશ પરંતુ ૨૦૨૪માં ઈન્ડિયા એલાયન્સ માટે સાથે મળીને લડીશ. રામાયણનો ઉલ્લેખ કરતાં તેજસ્વીએ કહ્યું કે દશરથ રામ વનવાસમાં જાય તેવું ઇચ્છતા ન હતા, પરંતુ કૈકેયી તેને ઇચ્છતા હતા. તમે લાંબુ આયુષ્ય જીવો, તમે રાજા રહો, પણ તમારી સાથે બેઠેલા કૈકેયીને પણ ઓળખો. પોતાના ભાષણ દરમિયાન તેજસ્વીએ સમ્રાટ ચૌધરીની પાઘડી પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેજસ્વી યાદવે ગૃહમાં કહ્યું કે શું પીએમ મોદીજી ગેરંટી લેશે કે નીતિશ જી પલટશે કે નહીં.

મુખ્યમંત્રીએ બોલવાનું શરૂ કર્યું તો વિપક્ષી દળોએ હંગામો શરૂ કર્યો હતો. તેના પર નીતીશ કુમારે કહ્યું કે જો નથી સાંભળવા ઈચ્છતા તો મતદાન કરાવી લેવામાં આવે. અમે બધાની વાત સાંભળી છે. અમને ૨૦૦૫માં કામ કરવાની તક મળી. તે પહેલા તેના પિતાજી અને માતાજીને સરકાર ચલાવવાની તક મળી. યાદ કરો કોઈ રોડ હતો શું, કોઈ સાંજ બાદ ઘરમાંથી નિકળી શક્તા હતા?

બિહાર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પર મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે અમે ગૃહમાં વિશ્વાસ મતનો પ્રસ્તાવ રાખ્યો, જેના પર વિવિધ નેતાઓએ પોતાની વાત રાખી હતી. મુખ્યમંત્રીએ બોલવાનું શરૂ કર્યું તો વિપક્ષી પાર્ટીઓએ હંગામો કર્યો હતો. તેના પર નીતીશ કુમારે કહ્યું કે જો તમારે સાંભળવું ન હોય તો સીધું વોટિંગ કરવું જોઈએ. અમે દરેકની વાત સાંભળી છે. અમને ૨૦૦૫ થી કામ કરવાની તક મળી. તે પહેલા તેમના પિતા અને માતાને સરકાર ચલાવવાની તક મળી હતી. યાદ રાખો, ક્યાંય કોઈ રસ્તો હતો, શું કોઈ સાંજ પછી ઘરની બહાર નીકળવા સક્ષમ હતું? તેઓ મુસલમાનોની વાત કરે છે, દરરોજ હિન્દુ-મુસ્લિમ ઝઘડા થતા હતા. અમે હિંદુ-મુસ્લિમ સંઘર્ષ અટકાવ્યો. ૧૫ વર્ષમાં મુસ્લિમોને ન્યાય ન મળ્યો, અમે આવ્યા પછી કાર્યવાહી કરી. કેટલો વિકાસ થયો છે.

નીતીશ કુમારે કહ્યું કે જે અમારા લોકોના પક્ષમાં છે તેના મત પણ લઈ લો અને વિપક્ષમાં છે તેના પણ મત લઈ લો. તેના પર ડેપ્યુટી સ્પીકરે કહ્યું- હાં, ના કરતા વનિમતથી બહુમત પાસ કરવાની જાહેરાત કરી હતી. વિપક્ષી સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.