હાલોલ કલ્પતરૂ રેસીડેન્સીના મકાનના દાદરા નીચે મૂકી રાખેલ ચાવી વડે ચોર ઈસમે ધર ખોલી 58 હજારના દાગીનાની ચોરી કરી

હાલોલ, હાલોલ 14 કલ્પતરૂ રેસીડેન્સી ભીમનાથ મહાદેવ પાસે આવેલ ફરિયાદીના મકાનના દરવાજાને તાળું મારી ચાવી દાદર નીચે મુકેલ હોય કોઈ અજાણ્યો ચોર ઈસમે ચાવીથી મકાન ખોલી ધરમાં સોના-ચાંદીના દાગીના કિંમત 58,000/-રૂપીયાની મત્તાની ચોરી કરી કર્યાની ફરિયાદ હાલોલ પોલીસ મથકે નોંંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ 14 કલ્પતરૂ રેસીડેન્સી ભીમનાથ મહાદેવ પાસે ફરિયાદી હેમલકુમાર શૈલેષભાઇ સોનીના મકાનનું તાળું મારી તેની ચાવી દાદર નીચે મુકેલ હતી. તા.30 જાન્યુઆરીના રોજ કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા દાદર નીચે મુકેલ ચાવી વડે ધરનો દરવજો ખોલી ધરમાં પ્રવેશ કર્યો હતો અને ધરમાં રાખેલ તિજોરીમાંં પાકીટમાં રાખેલ સોનાનું મંગળસૂત્ર-1 કિંમત 24,000/-, મંગળસૂત્ર-12,000/-, સોનાની ચેઈન પેન્ડલ સાથે કિંમત 14,000/-, સોનાની લકકી 6 ગ્રામની 6,000/-, ચાંદીના પાયલ 2,500/- તેમજ રોકડા 1,500/-રૂપીયા મળી કુલ 58,000/-રૂપીયાની મત્તાની ચોરી કરી જતા આ બાબતે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.