ધોધંબા, ધોધંબા તાલુકાના ભાણપુરા ગામે પીપળાવાળા ફળીયામાં રહેતા 30 વર્ષીય યુવાન કોઇ અગમ્યકારણોસર ગળે ફાંસો ખાઈ આપધાત કરવાની કોશીષ કરતા હોય દરમિયાન તેમનો ભાઇ જોઈ જતાં બચાવવા માટે દોરડું કાપી નાખતાં નીચે પટકાયેલ 30 વર્ષીય યુવાનને માથામાં ઈજાઓ થતાં સારવાર માટે ગોધરા સિવિલમાં ખસેડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ ધોધંબા તાલુકાના ભાણાપુરા ગામે પીપળાવાળા ફળીયામાં રહેતા રમેશભાઇ ગાંગાભાઈ મકવાણા ઉ.વ.30 કોઇ અગમ્યકારણોસર ગળે ફાંસો ખાઈને આપધાત કરવાની કોશીષ કરતા હતા. દરમિયાન તેમનો ભાઇ ભુપેન્દ્રભાઇ જોઈ જતાં બચાવવા માટે ગળે ફાંસો ખાધેલ દોરડું કાપી નાખતાં રમેશ મકવાણા નીચે પટકાયો હતો. જેને લઈ માથાના ભાગે ઈજાઓ થતાં દવા સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાંં આવ્યો. આ બાબતે રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંંધાવા પામી છે.