ગોધરા, ગોધરા તાલુકાના નદીસર ગામે ફરિયાદી મહિલા તેના પતિ અને અન્ય બે વ્યકિત સાથે સાસરીમાં ગયા હતા અને આરોપી પતિને તે મારી સાથે લગ્ન કરેલ છે. કોર્ટમાં કેશ ચાલે છે. તેમ છતાં બીજી પત્ની લાવ્યો છે તેમ કહેતા મારે તેને રાખવી નથી. તે કોર્ટમાં કેશ કર્યો છે તે પાછો ખેંચી લે તેમ કહી ગાળો આપી ઉશ્કેરાઈ જઇ સસરાનો ગડદાપાટુનો મારમારી તેમજ અન્યને મારમારી ગુનો કરતાં આ બાબતે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના હાલ જુનીધરી ગામે પિયરમાં રહેતા વૈશાલીબેન તેમના પિતા પુનાભાઇ, મોટાભાઇ કિશનભાઇ અને નાના ભાઇ જીગ્નેશભાઇ સાથે પોતાની સાસરી નદીસર ગામે ગયા હતા. જ્યાં પતિ કિરણભાઇ મોહનભાઇ માછીને કહેલ કે તે મારી જોડે મારા લગ્ન થયેલા છે અને કોર્ટમાં કેશ ચાલ છે તેમ છતાંં તમે બીજી પત્ની લાવ્યા છો તેમ કહેતા કિરણભાઇએ મારે તેને પત્ની તરીકે રાખવી નથી તું કોર્ટ માંથી કેશ પાછો ખેંચી લે મારે બીજી પત્ની લાવવી છે તેમ કહી ગાળો આપી હતી. ઉશ્કેરાઈ જઈ વૈશાલીબેનના પિતા પૂનાભાઇને ગડદાપાટુનો મારમાર્યો હતો. જ્યારે અન્ય આરોપી સુનિલભાઇ માછીએ કિશનભાઇ લાકડી વડે હાથ અને પગમાં મારી હતી. તેમજ પ્રવિણભાઇને આરોપીએ ધારીયાની મુદર મારી ઇજાઓ પહોંચાડી ઇજાઓ કરી ગુનો કર્યાની ફરિયાદ કાંકણપુર પોલીસ મથકે નોંધાવા પામી છે.