દે.બારીઆ પાલિકાએ લાખોના ખર્ચે ખરીદેલ કચરાપેટીઓ ધુળ ખાઈ રહી છે

દે.બારીઆ, દે.બારીઆ નગરપાલિકા દ્વારા 2023ના વર્ષમાં લાખો રૂપિયાના ખર્ચે ખરીદેલ કચરાપેટીઓ ધુળ ખાઈ રહી છે. એક વર્ષ અગાઉ ખરેદેલ કચરાપેટીઓ સહિતના સાધનો મુકી રાખવામાં આવ્યા છે. આ બાબતે ત્વરિત તપાસ થાય તે જરૂરી બન્યુ છે.

દે.બારીઆ નગરપાલિકા દ્વારા નગરની સફાઈને લઈ લાખો રૂપિયાના ખર્ચે નાની-મોટી કચરાપેટીઓની ખરીદી કરી તે કચરાપેટીઓ ઉપયોગમાં લેવાની જગ્યાએ નગરના બળિયા બાપજી મંદિર પાસે આવેલા કોમ્યુનિટી હોલમાં મુકી રાખવામાં આવી છે. જે કચરા પેટીઓ ઉપર વર્ષ-2023ના સ્ટીકર પણ મારેલા દેખાય છે. જેથી એક વર્ષ અગાઉ આ ખરીદેલી કચરા પેટીઓ ધુળ ખાતી નજરે પડે છે. એક તરફ પાલિકા પ્રમુખની ટર્મ પુરી થતાં પ્રમુખ નહિ હોવાના કારણે છેલ્લા એક વર્ષથી પાલિકાનો વહીવટ વહીવટદારને સોંપવામાં આવ્યો છે. પાલિકાનો વહીવટ પણ કથળતો જોવા મળે છે. નગરમાં ઠેર ઠેર ગંદકીનુ સામ્રાજય વધુત હોય તેમ વર્ષ-2023 અગાઉ પાલિકા સ્વચ્છતામાં 2023માં ક્રમે હતી. આ વખતે સ્વચ્છતાંના સર્વેમાં દે.બારીઆ 90થી ઉપરનો નંબર આવતા પાલિકામાં ગંદકીનુ સામ્રાજય વધી ગયુ છે. તે આ સ્વચ્છતાંના સર્વેમાં જોવાઈ રહ્યુ છે. પાલિકા તંત્ર દ્વારા સફાઈના નામે દર વર્ષે લાખો રૂપિયાના ખર્ચે કચરા પેટીઓથી લઈ અનેક સફાઈના સાધનોની ખરીદી કરે છે. આ ધુળ ખાતી કચરા પેટીઓને જોતા કયાંક દર વર્ષે આ જ કચરાપેટીઓ બતાવી પાલિકા તંત્રમાંથી મોટી ખાઈકી કરવામાં તો નથી આવતી. 2023ના સ્ટીકર ઉખેડી વર્ષ-2024ના મારવામાં આવશે કે શુ…?આ કચરાપેટીઓ વર્ષ-2024માં ખરેદેલી બતાવશે. આ બાબતે ઉચ્ચ સ્તરેથી તપાસ હાથ ધરાય તો પાલિકા તંત્રની અનેક પોલ બહાર આવે તેમ છે.