મહિસાગરમાં બ્લેક લિસ્ટ થયેલી 11 એજન્સીઓની પંચમહાલમાં નલ સે જલ યોજનાની કામગીરીની તપાસ હાથ ધરાઈ

ગોધરા, મહિસાગર જિલલામાં નલ સે જલ યોજનાની બ્લેક લિસ્ટ થયેલ એજન્સીમાંથી 11 એજન્સીઓએ પંચમહાલમાં યોજનાની કામગીરી કરી છે. બ્લેક લિસ્ટ એજન્સીઓની કામગીરીની તપાસ પંચમહાલમાં ચાલી રહી છે ત્યારે મહિસાગર જિલ્લામાં વધુ 27 એજન્સીને બ્લેક લિસ્ટ થતાં કુલ 138 એજન્સીને વાસ્મો દ્વારા બ્લેક લિસ્ટ કરી છે.

નલ સે જલ યોજનાથી ગ્રામ્ય વિસ્તારોમાં ધર ધર સુધી પાણી પહોંચાડવાને બદલે એજન્સીઓ ભ્રષ્ટાચાર આચરીનિે ધર ભરી રહ્યા છે. આમ નલ સે જલ યોજનાનુ મોનીટરી યોગ્ય ન થવાથી અને વાસ્મો કચેરીના અધિકારીઓની મિલીભગના કારણે વડાપ્રધાનની નલ સે જલ યોજનાઓ પર સવાલો ઉઠી રહ્યા છે. તાજેતરમાં મહિસાગર જિલ્લામાં વાસ્મો ગાંધીનગરની ટીમ દ્વારા તપાસ કરીને હલકી કામગીરી કરનાર 111 એજન્સીઓને બ્લેક લિસ્ટ કરી દેવામાં આવી હતી. આ એજન્સીઓને સ્થળ પર હલકી ગુણવત્તા તથા યોગ્ય કામગીરી કરી ન હોવાનુ પુરવાર થયુ હતુ. ત્યારે મહિસાગરની નલ સે જલ યોજનાની કામગીરી 111 એજન્સીઓમાંથી 11 એજન્સીએ પંચમહાલ જિલ્લામાં કરોડો રૂપિયાના નલ સે જલ યોજનાના કામો કર્યા છે. આ એજન્સીઓએ જિલ્લામાં થયેલ કામગીરી અંગે ગોધરાની વાસ્મો કચેરી દ્વારા ઢાંક પીછોણુ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે. જયારે જિલ્લામાં કરોડો રૂપિયાની કામગીરી કરનાર બ્લેક લિસ્ટ થયેલ 11 એજન્સીઓના કામોની તપાસ ટીમ દ્વારા કરવામાં આવી રહી હોવાનુ જાણવા મળ્યુ છે. અગાઉ જિલ્લામાં 527 ગામમાં કરેલ નલ સે જલ યોજનાની કામગીરી સ્થ્ળ પર ખુટતી કામગીરી કરીને ગામની પાણી સમિતિને યોજના પરત સોંપવાના આદેશો આપવામાં આવ્યા છે. ત્યારે આવનારા ઉનાળામાં જિલ્લાના ગામોના ગ્રામજનોના ધર સુધી નલ સે જલ યોજનાનુ પાણી પહોંચે તેવી કામગીરી ગોધરા વાસ્મો દ્વારા કરાય તેવી માંગ ઉઠવા પામી છે.