ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલતા યુદ્વને અટકાવવા માટે વધુ એક પ્રસ્તાવ પર ચર્ચા થઇ છે. જોકે આ પ્રસ્તાવની શરતો પર નજર નાખવામાં આવે તો તત્કાળ કોઇ સહમતિ બને તેવા ઓછા અણસાર જોવા મળે છે. આ લડાઇ છેડાયાને ચાર માસ ઉપરાંતનો સમય પૂરો થવામાં છે. જેમાં ર૭ હજારથી વધુ લોકો માર્યા ગયા છે. અમેરિકાની મોટી સૈન્ય ઉપસ્થિતિ અને કૂટનીતિક પ્રયાસો છતાંયે આ લડાઇમાં હવે મિસાઇલ અને ડ્રોન હૂમલાના રુપમાં લેબનોન, યમન, સીરીયા, ઇરાક અને જોર્ડન સહિત આસપાસના દસ દેશોમાં લડાઇ ફેલાઇ ચૂકી છે. યમનના ઇરાન સમર્થક હૂતી આતંકીઓના હૂમલાથી લાલ સાગરમાં થતા સમુદ્રી વ્યાપારને ખાસ્સી અસર પહોંચી છે. આ જહાજોએ આફિક્રાનું ચકકર કાપીને યૂરોપ-અમેરિકા જવું પડી રહ્યું છે, જેના કારણે કિંમતો વધી રહી છે.
અમેરિકામાં આ ચૂંટણી વર્ષ છે અને યુરોપમાં ચાલી રહેલ યુક્રેન-રશિયાની લડાઇમાં યુક્રેન રશિયાને ખદેડી શક્તું નથી. આવા સમયમાં અમેરિકા એવી કોઇપણ લડાઇમાં ઉતરવા માંગતું નથી જેનાથી રશિયાને યુક્રેનની તરફ જમીન હડપવામાં અને યૂરોપમાં કાયમી દબદબો કરવાની તક સાંપડે. આ કારણથી અમેરિકાએ સીરિયામાં જોર્ડનની સીમા પર સ્થિત પોતાના સૈન્ય અડ્ડા પર ર૮ જાન્યુ.થી ડ્રોન હૂમલાનો તત્કાળ જવાબ આપવાના બદલે સમજી-વિચારીને જવાબ આપવાનો નિર્ણય કર્યો છે.
ડ્રોન હૂમલામાં અમેરિકાના ત્રણ સૈનિકો માર્યા ગયા હતા અને ૩૦થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા. જો કે ઇરાને આ હૂમલામાં પોતાની પ્રત્યક્ષ કે પરોક્ષ ભૂમિકા હોવાનો સ્પષ્ટ ઇક્ધાર કર્યો હતો. પરંતુ અમેરિકાનું માનવું છે કે આ હૂમલો સીરિયામાં સક્રિય જૈનબિયૂન બ્રિગેડ અને ફતેમિયુન ડિવિજનના કે ઇરાનમાં સક્રિય ઇસ્લામી પ્રતિરોધ મોરચાના કોઇ જૂથ દ્વારા કરાયો છ. જેઓને પ્રશિક્ષણ અને હથિયાર ઇરાનના ઇસ્લામી ક્રા઼ંતિકારી ગાર્ડ આપી રહ્યા છે. અમેરિકી રક્ષામંત્રી લાયડ આસ્ટિને સ્વીકાર્યુ હતું કે, હમાસ-ઇઝરાયલ યુદ્વ બાદથી ઇરાક અને સીરિયામાં સ્થિત અમેરિકી ઠેકાણાઓ પર ૧૬૦ હૂમલા થયા છે. જો કે પોતાનું નાક બચાવવા અમેરિકાએ ઇરાન સમથત ઇસ્લામી પ્રતિરોધ જૂથોના ઠેકાણાઓ પર જવાબી હવાઇ હૂમલા કર્યા હતા. જો કે અમેરિકા લડાઇ ફેલાવવા ઇચ્છતું નથી. આથી તે પોતાના અરબ મિત્ર દેશોની સાથે મળીને લાંબા યુદ્વ વિરામના એક સોદા પર કામ કરી રહ્યું છે.
અમેરિકાની સાથે સાથે મિસરની દિલસ્પી પણ યુદ્વવિરામમાં સૌથી વધુ છે. કારણ કે સ્વેજ નહેર તેની આવકનો મુખ્ય ોત છે અને લાલ સાગરનો વ્યાપાર ઠપ્પ થવાની સ્વેજ નહેરથી મળનાર આવક ઘટી ગઇ છે. આથી હમાસ નેતા ઇસ્માઇલ હાનિયાએ ગત દિવસોમાં કાહિરા જઇને નવા યુદ્વવિરામ પ્રસ્તાવ પર બે દિવસ સુધી વિચાર કર્યો હતો. આ સોદામાં બે અડચણો છ. હાનિયાની ઇચ્છા બંધકોનો છૂટકારો અને યુદ્વવિરામ બાદ ઇઝરાયલ ગાઝાથી હટી જાય તેમજ આંતરરાષ્ટ્રીય સેનાની દેખરેખમાં ફલીસ્તાનના રાજનીતિક સમાધાનની વાતચીત શરુ કરવામાં આવે. જો કે નેતન્યાહૂ ગાજાથી હમાસનું નામનિશાન મિટાવ્યા વગર હટવાનું ઇચ્છતા નથી.
ઇઝરાયલ-હમાસ યુદ્વ એક નાજુક સ્તરે છે. જેમાં એક રસ્તો બંધકોના બદલામાં લાંબા સમય સુધી યુદ્વ વિરામ છે. જેનો પ્રયોગ અમેરિકા અને અરબ દેશો સાથે મળીને સુલેહની રુપરેખા તૈયાર કરી શકે, જેના સહારે અરબ કે આંતરરાષ્ટ્રીય દેખરેખમાં ગાઝા અને પશ્ર્ચિમી કિનારે નવું ફલસ્તીની શાસન કાયમી બની શકે. ઇઝરાયલની સુરક્ષાથી જીવવાનો ભરોસો મળી શકે અને ફલીસ્તીનીયોને સ્વતંત્રતાથી જીવવાનો અને પોતાની સરકાર બનાવવાનો હક મળી શકે. જો આ શકય બને તો ઇઝરાયલ અને સઉદી અરબના સંબંધો વધવાની પ્રકિયાને વેગ મળશે તેમજ અમેરિકાની પ્રસ્તાવિત ભારત-પશ્ર્ચિમ એશિયા કોરિડોર યોજના પણ આગળ વધી શકશે. જો કે તેમાં બે મોટી વિટંબણા છે.