ઇસ્લામાબાદ,ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ દ્વારા સમથત ઉમેદવારોએ દેશની સામાન્ય ચૂંટણીમાં બે તૃતીયાંશ બહુમતી સાથે જીત મેળવી છે, પરંતુ કોની સરકાર બનશે તે નક્કી નથી થઈ રહ્યું કારણ કે નવાઝની પાર્ટીએ અન્ય પક્ષો સાથે વાતચીત શરૂ કરી દીધી છે. આ દરમિયાન ઈમરાન ખાનની બહેન અલીમા ખાને આરોપ લગાવ્યો છે કે સેના તેમને મારવા માંગે છે. અમને તેમની સુરક્ષાનો ડર છે. તેમણે એમ પણ કહ્યું કે મતદાનમાં છેડછાડ કરવામાં આવી હતી અને નવાઝ શરીફની તરફેણ કરવામાં આવી હતી.
વાસ્તવમાં, અલીમા ખાને એક ટીવી ચેનલ સાથે વાત કરતા કહ્યું હતું કે પીટીઆઈએ ચૂંટણી જીતી છે અને તે સાચું છે કે સેના ઈમરાન ખાનને મારવા માંગે છે. તેમણે કહ્યું કે સેના ઈમરાન ખાનને સત્તામાં આવવા દેવા માંગતી નથી કારણ કે તેઓ સેનાની દખલગીરી સામે અવાજ ઉઠાવતા રહ્યા છે. જો કે પીટીઆઈ ચીફ અંગે અલીમાએ કહ્યું કે તે જેલમાં ગયા બાદ ઈમરાન ખાનને મળી નથી. તેણે કહ્યું કે અમે હજુ સુધી ઈમરાનને મળી શક્યા નથી પરંતુ કાલે તેને મળી શકીશું.
અલીમાએ એમ પણ કહ્યું કે તેમને પણ ચૂંટણીમાં ધાંધલધમાલની શંકા છે. લોકોએ ઈમરાન ખાનને અલગ-અલગ ચૂંટણી ચિન્હો ધરાવતા ઉમેદવારો માટે મત આપ્યા છે, આ ખરેખર પ્રશંસનીય છે. અલીમાએ એમ પણ કહ્યું કે અમને તેના જીવનો ડર છે. આ પહેલા પણ ઈમરાનની હત્યાના બે પ્રયાસ થઈ ચૂક્યા છે. અમે જાણીએ છીએ કે તે કોણે કર્યું. હવે જેલમાં રહીને તેમની જીત બાદ સ્થિતિ વધુ ગંભીર બની છે.
બીજી તરફ પાકિસ્તાનમાં પરિણામોની વાત કરીએ તો ગુરુવારે નેશનલ એસેમ્બલીની ૨૬૬ સીટો પર મતદાન બાદ પરિણામ આવી રહ્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ૪૪ કલાક બાદ પણ ૧૨ બેઠકો પર પરિણામની રાહ જોવાઈ રહી છે. અત્યાર સુધીના પરિણામોમાં ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ દ્વારા સમથત ૯૧ અપક્ષ ઉમેદવારો જીત્યા છે, જ્યારે નવાઝ શરીફની પીએમએલ (એન)ના ૭૧ ઉમેદવારો જીત્યા છે. જ્યારે પીપીપીએ ૫૨ બેઠકો પર જીત મેળવી છે અને અન્ય ઉમેદવારો ૩૬ બેઠકો પર જીત્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે હજુ મતગણતરી ચાલુ છે. ઈમરાન અને નવાઝની પાર્ટી વચ્ચે મુકાબલો હતો પરંતુ ઈમરાનના ઉમેદવારો આગળ હતા. જો બિલાવલ ભુટ્ટોની પાર્ટીને થોડી બેઠકો મળે તો ગઠબંધન સરકાર બની શકે છે. આવી સ્થિતિમાં નવાઝ અને બિલાવલની પાર્ટી વચ્ચે ગઠબંધન થઈ શકે છે. આ ઉપરાંત અન્ય પક્ષો પણ આમાં સામેલ થઈ શકે છે. કારણ કે અત્યાર સુધી તમામ પાર્ટીઓનો વિરોધ માત્ર ઈમરાન ખાનની પાર્ટીનો જ રહ્યો છે.