
ટોરેન્ટો, કેનેડાથી ત્રણ ભારતીય નાગરિકોના મોતના સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર કેનેડાના ગ્રેટર ટોરોન્ટો વિસ્તારના બ્રેમ્પટનમાં એક દુ:ખદ અકસ્માતમાં ત્રણ ભારતીય નાગરિકોના મોત થયા હતા.
કેનેડાના ગ્રેટર ટોરોન્ટો વિસ્તારના બ્રેમ્પટનમાં સર્જાયેલ અકસ્માતમાં ૩ ભારતીયોના મોત થયા છે. મૃતકોના નામ ૨૩ વર્ષીય હૃતિક છાબરા અને ૨૨ વર્ષીય રોહન છાબરા છાબરા તેમજ ૨૪ વર્ષીય ગૌરવ ફાસગે હોવાનું કહેવાય છે. મૃતકો બે સગા ભાઈઓ અને એક તેમનોક મિત્ર હોવાનું કહેવાય છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર ત્રણેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જેની માહિતી પોલીસે આપી હતી.
તમને જણાવી દઈએ કે, હૃતિક અને રોહન ચંદીગઢના હતા અને ગૌરવ પુણે, મહારાષ્ટ્રનો હતો. ત્રણેય એક બ્યુટી સલૂનમાં કામ કરતા હતા અને સલૂનના માલિકે ત્રણેયના મોત પર શોક વ્યક્ત કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માતના દિવસે મૃતકોમાંથી એક વ્યક્તિનો જન્મદિવસ મનાવવા માટે બહાર ગયો હતો, પાર્ટીમાંથી પરત ફરતી વખતે તેની કારને અકસ્માત નડ્યો હતો, જે બાદ ત્રણેયના મોત થયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર કારમાં ત્રણ વિદ્યાર્થીઓ સવાર હતા. પોલ સાથે અથડાયા બાદ કારના ટુકડા થઈ ગયા હતા. ઘાયલોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમની હાલત નાજુક હતી, પરંતુ પ્રયાસો છતાં તેઓને બચાવી શકાયા ન હતા અને ત્રણેયના મોત થયા હતા. આ તરફ હવે કાર ઓવર સ્પીડમાં હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.