
પટના: હાલમાં બિહારની રાજધાની પટનામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે પોતાના ધારાસભ્યો અને વિધાન પરિષદના તમામ સભ્યોને પોતાના આવાસ પર નજરબંધ કરી લીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેજસ્વી યાદવે 5 દેશ રતન્મ માર્ગ પર આવેલા પોતાની સરકારી આવાસમાં એક રીતે તમામ ધારાસભ્યો અને વિધાન પાર્ષદોને કેદ કરી લીધા છે. એટલે કે બિહાર વિધાનસભામાં થનારા ફ્લોર ટેસ્ટ પહેલા હવે કોઈ પણ ધારાસભ્ય તેજસ્વી યાદવના આવાસમાંથી બહાર જઈ શકશે નહીં.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આરજેડી ધારાસભ્ય દળની બેઠક બાદ તેજસ્વી યાદવે પોતાની પાર્ટીના તમામ ધારાસભ્યો અને વિધાન પરિષદના તમામ સભ્યોને પોતાના ઘરેથી કપડા મગાવી લેવા કહ્યું છે. કહેવાય છે કે, સોમવારે સવાર સુધી આરજેડીના તમામ ધારાસભ્યો અને વિધાન પરિષદના સભ્યો તેજસ્વી યાદવ સાથે 5 દેશ રત્ન માર્ગ પર આવેલા ઘરમાં રહેશે.
જાણકારી અનુસાર, સોમવારે બિહાર વિધાનસભામાં નીતિશ કુમાર સરકારનો ફ્લોર ટેસ્ટ થશે. તેમાં સામેલ થવા માટે આરજેડીના તમામ ધારાસભ્યો અને વિધાન પરિષદ સભ્યો 5 નંબરના બંગલાથી વિધાનમંડળ જશે. જાણકારી અનુસાર, આરજેડી ધારાસભ્ય દળની બેઠક દરમ્યાન તેજસ્વી યાદવે ઘટનાસ્થળે હાજર ધારાસભ્યો અને વિધાન પરિષદના સભ્યો સાથે લેફ્ટના ધારાસભ્યો અને વિધાન પરિષદના તમામ સભ્યોને એકદમ મજબૂતી સાથે એકજૂટ રહેવાની અપીલ કરી છે. આ દરમ્યાન ધારાસભ્યોએ પણ હાથ ઉઠાવીને તેજસ્વી યાદવનું સમર્થન કર્યું.
આપને જણાવી દઈએ કે, તેજસ્વી યાદવના નિવાસ સ્થાન પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. મીડિયા કર્મીઓને પ્રવેશ પર રોક લગાવી દીધી છે. આવાસના ગેટ પર બેરિકેટિંગ કરી દીધું છે. તમામ ધાસાભ્યો અને વિધાન પરિષદના સભ્યોને બહાર નીકળવાની પરવાનગી નથી. પુરુષ ધારાસભ્ય અને મહિલા ધારાસભ્યો માટે અલગ રહેવાની વ્યવસ્થા કરી છે. તેજસ્વી યાદવના નિવાસ પર ખાવા-પીવાની તમામ વ્યવસ્થા કરી છે.