મધ્યપ્રદેશ કમલનાથ હવે રાજ્યસભામાં જવા માંગે છે, સોનિયા ગાંધીને મળ્યા

ભોપાલ,લોક્સભા ચૂંટણી પહેલા મધ્યપ્રદેશ માંથી રાજ્યસભાની પાંચ બેઠકો ખાલી પડી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ પાંચ બેઠકોમાંથી ૪ ભાજપના ખાતામાં જશે અને એક બેઠક કોંગ્રેસના ફાળે જઈ શકે છે. આ એક બેઠક માટે કોંગ્રેસના નેતાઓમાં સ્પર્ધા છે. આ ક્રમમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે પણ પોતાનો દાવો રજૂ કર્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કમલનાથે સોનિયા ગાંધીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે કમલનાથ રાજ્યની છિંદવાડા લોક્સભા સીટથી સાંસદ રહી ચૂક્યા છે અને હાલમાં તેમના પુત્ર નકુલ નાથ અહીંથી સાંસદ છે. આ વખતે પણ તેમના પુત્ર નકુલ નાથ આ બેઠક પરથી ચૂંટણી લડશે. આ અંગે તેમણે જાહેરાત પણ કરી છે. અને તે પોતે રાજ્યસભામાં જવા માંગે છે.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશ માં રાજ્યસભાની પાંચ સીટો ખાલી છે, જેના માટે ૨૭ ફેબ્રુઆરીએ ચૂંટણી થવાની છે. આ બેઠકો ૨જી એપ્રિલે ખાલી થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચે આ પાંચ બેઠકો સહિત કુલ ૫૬ બેઠકોનું શિડ્યુલ જાહેર કર્યું છે. આ માટે ૧૫મી ફેબ્રુઆરીએ નામાંકન લેવામાં આવશે, ૧૬મી ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રોની ચકાસણી, ૨૦મી ફેબ્રુઆરી સુધીમાં નામાંકન પરત ખેંચવામાં આવશે અને ૨૭મી ફેબ્રુઆરી પછી પરિણામ જાહેર કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે ગત વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હતો. આ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ ૧૬૩ બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસ માત્ર ૬૬ બેઠકો પર જ સીમિત રહી હતી. આ સાથે એક સીટ બીજાના ખાતામાં ગઈ. કોંગ્રેસે કમલનાથના નેતૃત્વમાં રાજ્યમાં ચૂંટણી લડી હતી અને એવું માનવામાં આવતું હતું કે ચૂંટણી જીત્યા બાદ તેમને સીએમ બનાવવામાં આવશે પરંતુ તેમ થઈ શક્યું નહીં.