ધાનપુરના આમલી મેનપુર ગામે રસ્તા ઉપર ગાડી ચલાવવા બાબતે ઝગડામાં એક વ્યકિતને દાતરડાથી ઈજાઓ

દાહોદ,દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના આમલીમેનપુર ગામે રસ્તા પર ગાડી ચલાવવા મામલે થયેલ ઝઘડામાં એક ઈસમે એક વ્યક્તિને હાથના ભાગે દાતરડું મારી ઈજા પહોંચાડી મારી નાંખવાની ધમકી આપ્યાંનું જાણવા મળે છે.

ગત તા.10મી ફેબ્રુઆરીના રોજ આમલીમેનપુર ગામે રહેતાં અશ્ર્વિનભાઈ ભાવસીંગભાઈ પરમાર પોતાના કબજાની મોટરસાઈકલ લઈ પોતાના ખેતર તરફ જઈ રહ્યાં હતાં તે સમયે ત્યાં ગામમાં રહેતાં ચંદ્રસીંહ નવલસીંહ પરમાર પોતાના કબજાની બોલે ગાડી લઈ આવ્યો હતો અને અશ્ર્વિનભાઈને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તું રસ્તામાં વચ્ચે કેમ ગાડી ચલાવે છે તને ડોફાઈ છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાના હાથમાનું દાતરડું અશ્ર્વિનભાઈના હાથના ભાગે મારી ઈજા પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ સંબંધે ઈજાગ્રસ્ત અશ્ર્વિનભાઈ ભાવસીંગભાઈ પરમારે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.