દે.બારીઆ, દે.બારીઆ તાલુકાના બૈણા ગામની જુના ફળિયા પ્રાથમિક શાળાના આચર્યની આપખુદશાહી સામે વાલીઓએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે.
દે.બારીઆ તાલુકાના બૈણા ગામના જુના ફળિયા વર્ગ પ્રાથમિક શાળાના આચાર્યએ પોતાની શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓની કોઈપણ પુર્વ મંજુરી વગર તે બાળકોના સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ બીજી શાળામાં દાખલ કરી દીધા હોવાન જાણ બાળકોના વાલીઓને થતાં વાલીઓએ આ બાબતે શાળામાં જઈ ખાતરી કરી આચાર્યને પુછપરછ કરતા વાલીઓને કોઈ સંતોષકારક જવાબ નહિ મળતા આખરે વાલીઓએ પોતાના બાળકોના ભવિષ્યની ચિંતા કરી પોતાના બાળકોને ફરીથી પણ આ શાળામાં દાખલ કરવામાં આવે તેવો સુર હાલમાં વાલીઓમાં જોવાઈ રહ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ અહિંની જુના ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં કુલ 163 જેટલા બાળકો અભ્યાસ કરે છે. આ શાળાના આચાર્ય દ્વારા વાલીઓની રજુઆતને કોઈ પ્રાધાન્ય નહિ આપી બાળકોના સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ અન્ય શાળામાં કઈ રીતે દાખલ થયા તે અંગેની પણ કોઈ સ્પષ્ટતા કરી નહોતી. બીજી તરફ આ શાળામાં અભ્યાસ કરતા બાળકોની છેલ્લા બે-ત્રણ વર્ષથી શિષ્યવૃત્તિ નહિ મળતી હોય જેને લઈ બાળકોના પરિવારજનોએ શાળામાં આવી તપાસ કરતા શિષ્યવૃત્તિની જગ્યાએ કેટલાક બાળકોના નામ અહિંની શાળામાં ન ચાલતા હોવાનુ પરિવારજનોને જાણવા મળતા તે બાબતે બાળકોના 5રિવારજનોએ આ બાબતે આચાર્યને પુછતા આચાર્ય દ્વારા વાલીઓને કોઈ જવાબ મળ્યો ન હતો. વાલીઓએ ગામની અન્ય શાળામાં તપાસ કરતા જેમાં જુના ફળિયા વર્ગ પ્રાથમિક શાળાથી ત્રણ કિ.મી.દુર ઉગમણા ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં છ જેટલા બાળકોના એડમીશન વાલીઓની કોઈપણ પુર્વ મંજુરી વગર આપવામાં આવ્યા હોવાની હકીકત જાણવા મળી હતી. આ અંગે બૈણા ગામના જુના ફળિયા વિસ્તારના વાલીઓએ આચાર્યની અન્યત્ર બદલી કરવા માટે ઉચ્ચ અધિકારીઓ આવેદનપત્ર આપી રજુઆત કરાઈ છે.