જયપુર, રાજસ્થાનના તમામ પ્રેમી યુગલો માટે એક મોટા સમાચાર છે જેઓ પોતાના પરિવારની વિરુદ્ધ જઈને એક થવા માંગે છે. રાજસ્થાન પોલીસે સ્વેચ્છાએ લગ્ન કરનારા પુખ્ત છોકરાઓ અને છોકરીઓની સહાયતા અને સુરક્ષા માટે રાજ્ય સ્તર અને જિલ્લા સ્તરે હેલ્પલાઇન નંબરો જારી કર્યા છે. એક અધિકારીએ આ માહિતી આપી.
પોલીસ સશસ્ત્ર બટાલિયનના નાયબ મહાનિરીક્ષક શ્ર્વેતા ધનખરને તેના નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને અધિક પોલીસ અધિક્ષક, મહિલા અત્યાચાર નિવારણ સેલ, નાગરિક અધિકાર, જયપુર નવીતા ખોખરને સહાયક નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ધનખરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પુખ્ત વયના છોકરા અને છોકરીએ સ્વેચ્છાએ લગ્ન કર્યા પછી, જો તેઓને પરિવારના સભ્યો અથવા જાતિ અને સમાજના લોકો દ્વારા હેરાન કરવામાં આવે અથવા અયોગ્ય પગલાં લેવામાં આવે, તો દંપતી રાજ્ય સ્તરના હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકે છે. તેવી જ રીતે, જિલ્લા કક્ષાએ પોલીસ કંટ્રોલ રૂમના નંબરો અને નિયુક્ત જિલ્લા નોડલ અધિકારીઓનો તેમના મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકાય છે.
પોલીસ હેડક્વાર્ટર દ્વારા નોડલ અધિકારીઓના મોબાઈલ નંબર અને હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા છે. હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરનાર દંપતીને પોલીસ સુરક્ષા અથવા સંબંધિત સહાય પૂરી પાડવામાં આવશે. રાજ્ય સ્તરે, ફરિયાદીઓ ૯૪૧૩૧૭૯૨૨૮ અને ૯૪૬૮૯૫૨૮૨૩ નંબર પર સંપર્ક કરી શકે છે. તેવી જ રીતે યુગલો પણ વોટ્સએપ દ્વારા પોલીસનો સંપર્ક કરી શકે છે. આ માટે હેલ્પલાઈન નંબર ૮૭૬૪૮૭૧૧૫૦ દ્વારા મદદ લઈ શકાશે.
રાજ્ય સ્તરે, ફરિયાદીઓ ૯૪૧૩૧૭૯૨૨૮ અને ૯૪૬૮૯૫૨૮૨૩ નંબર પર સંપર્ક કરી શકે છે. યુગલો વોટ્સએપ દ્વારા પણ પોલીસનો સંપર્ક કરી શકે છે. આ માટે હેલ્પલાઈન નંબર ૮૭૬૪૮૭૧૧૫૦ દ્વારા મદદ લઈ શકાશે.