- એમિક્સ ક્યુરીની નોંધ જણાવે છે કે લગભગ ૧૯૬ બાળકો પશ્ચિમ બંગાળની વિવિધ જેલોમાં રહે છે
કોલકતા, પશ્ચિમ બંગાળની જેલમાં બંધ મહિલાઓ ગર્ભવતી બની રહી છે. કેવી રીતે? આ ખબર નથી. એમિક્સ ક્યૂરી તાપસ ભાંજાએ ગુરુવારે કોલકાતા હાઈકોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો છે. તેમના કહેવા પ્રમાણે જેલમાં ૧૯૬ બાળકો રહે છે. ભાંજાના રિપોર્ટમાં એ નથી જણાવાયું કે મહિલા કયા સમયે ગર્ભવતી બની હતી. ચીફ જસ્ટિસ ટી.એસ.શિવગનનમની ડિવિઝન બેંચ સમક્ષ ભાંજાએ સૂચન કર્યું હતું કે મહિલા કેદીઓના કોષોમાં પુરૂષ જેલ સ્ટાફના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. કોર્ટે ભાંજાને જેલોનું નિરીક્ષણ કરવા અને ત્યાંની સ્થિતિ અંગે રિપોર્ટ આપવા જણાવ્યું છે. કલકત્તા હાઈકોર્ટે કેસને ક્રિમિનલ બેન્ચને ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. હાઇકોર્ટ આ મામલે સોમવારે સુનાવણી કરશે.
એમિક્સ ક્યુરીની નોંધ જણાવે છે કે લગભગ ૧૯૬ બાળકો પશ્ર્ચિમ બંગાળની વિવિધ જેલોમાં રહે છે. ભાંજા કહે છે કે તેને અલીપુરના મહિલા સુધારણા ગૃહમાં ૧૫ બાળકો – ૧૦ છોકરાઓ અને ૫ છોકરીઓ – મળ્યા. રિપોર્ટ અનુસાર, ’કેદીઓ સાથેની ચર્ચામાં જાણવા મળ્યું કે તેમાંથી કેટલાકે સુધારક ગૃહની અંદર જન્મ આપ્યો હતો.’એમિક્સ ક્યુરીનો રિપોર્ટ કહે છે કે બંગાળની જેલોમાં આ માટે પૂરતું મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી. એમિક્સ ક્યુરીએ પોતાના રિપોર્ટમાં સૂચન કર્યું છે કે જેલમાં પ્રવેશતા પહેલા તમામ મહિલાઓનો પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવવો જોઈએ. મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટે આ પ્રક્રિયા પર નજર રાખવી જોઈએ.
હાઈકોર્ટમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં ભાંજાએ કહ્યું હતું કે બંગાળમાં મહિલા કેદીઓના વોર્ડ તેમની ક્ષમતા કરતા વધારે ભરાયેલા છે. તેમણે કહ્યું છે કે દમદમ સેન્ટ્રલ કરેક્શનલ હોમમાં ૪૦૦ મહિલા કેદીઓ જોવા મળશે. અમીક્સ ક્યુરીએ ભીડને કારણે અલીપુર સુધારક ગૃહમાંથી ૯૦ કેદીઓને સ્થાનાંતરિત કરવાનો પણ ઉલ્લેખ કર્યો છે. એડવોકેટ તાપસ કુમાર ભાંજાને હાઇકાર્ટ દ્વારા ૨૦૧૮ માં એમિક્સ ક્યુરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.