ગોધરા શહેરના જાફરાબાદ વિસ્તારમાં આવેલ શાળાના 13 જેટલા બાળકો ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓને જાણ થઈ કે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આજરોજ મંડપ નીચે ડાન્સની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. એ દરમિયાન અચાનક મંડપ ધરાશાયી થતા કેટલાક બાળકોને સામાન્ય ઇજાઓ પહોંચી છે. આ વાતની જાણ વાલીઓને થતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જ્યાં પોતાના બાળકોને હેમખેમ દેખતા વાલીઓએ હાશકારો અનુભવ્યો હતો.આજરોજ હોલી ચાઈલ્ડ શાળામાં આજે સાંજે એન્યુઅલ ડેના પોગ્રામને લઈને શાળાના ગ્રાઉન્ડમાં બાંધવામાં આવી રહેલા મંડપનો કેટલોક ભાગ ધરાશાયી થતાં 13 જેટલા બાળકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં મંડપ નીચે કેટલાક બાળકો ડાન્સ પ્રેક્ટિસ કરી રહ્યા હતા. ત્યારે અચાનક મંડપનો કેટલોક ભાગ ધરાશાયી થતાં આ દૂર્ઘટના સર્જાઈ હતી.
ગોધરા શહેરના જાફરાબાદ વિસ્તારમાં આવેલા શાળાના બાળકો એન્યુઅલ ડેના કાર્યક્રમને લઇને કેટલાક બાળકો નિર્માણાધિન મંડપ નીચે ડાન્સની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. ત્યારે આ રીતે બાળકોને મંડપના ચાલુ કામગીરી દરમિયાન ડાન્સ પ્રેક્ટિસ કરવા જવા દેવાએ કેટલા યોગ્ય છે એ પણ એક પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે સમગ્ર ઘટનાને લઈને કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી અને સામાન્ય ઈજાઓ બાળકોને થવા પામી હતી. શાળા સંચાલકો દ્વારા ભારે પવનને કારણે મંડપ ધરશશી થયો હોવાનો લુલો બચાવ કર્યો હતો.
ગોધરા શહેરના જાફરાબાદ વિસ્તારમાં આવેલા હોલી ચાઈલ્ડ શાળાના ફાઉન્ડર ચેરમેન કુ. કામિનીબેન સોલંકીએ જણાવ્યું હતું કે, આજરોજ અમારી શાળામાં એન્યુઅલ ફંકશન હતું અને શાળાના ગ્રાઉન્ડમાં સ્ટેજ બાંધી તૈયારીઓ ચાલી રહી હતી.
અમારા શિક્ષકો સ્ટેજ ઉપર ચડીને ચેકિંગ કરી રહ્યા હતા કે સ્ટેજ બરાબર છે ને કયાંય હલતું તો નથી ને. એ દરમિયાન ખૂબ જ પવન હોવાના કારણે મંડપનો ભાગ ધરાશાયી થયો હતો. જ્યાં કેટલાક બાળકો રમી રહ્યા હતા અને એ દરમિયાન અમુક બાળકો થોડી ઘણી સામન્ય ઇજાઓ પહોંચતા તાત્કાલિક અમે ખાનગી હોસ્પિટલમાં મોકલી સારવાર કરાવી હતી. જેમાંથી છ જેટલા બાળકોને ઇજાઓ પહોંચી હતી.
જ્યારે સમગ્ર ઘટનામાં જે બાળકો ઇજાગ્રસ્ત થયા હતા તે બાળકોને એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડૉ. રાકેશ શાહ ઓર્થોપેડિક સર્જને જણાવ્યું હતું કે, એક શાળામાં અભ્યાસ કરતા 13 જેટલા બાળકો ઉપર મંડપ ધારાશાયી થવાથી ઇજાઓ પહોંચી હતી. જેમાં બાળકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી અને ત્યાર બાદ દરેક બાળકોને હેમખેમ રીતે પોતાના ઘરે મોકલી આપવામાં આવ્યા હતા.
ઇજાગ્રસ્ત બાળકોની યાદી
1.શ્રેયસ રાજાઈ
2.દક્ષ બામણીયા
3.મીત મૂલચંદાણી
4.મનાલી લુહાણા
5.દિયા આલવાણી
6.નિષ્ઠા પટેલ
7.આશી પટેલ
8.ચૈત્ય શાહ
9.શરદ શાહ
10.પલ સોની
11.અક્ષર પટેલ
12.ધ્વનિ કોઠારી
13.નિષ્ઠા પટેલ