
મુંબઇ, ‘બિગ બૉસ ૧૭’માં અંક્તિા લોખંડે અને વિકી જૈનનો ઝઘડો જગજાહેર થઈ ગયો હતો. એ શોમાં બન્નેએ ડિવૉર્સ લેવાની પણ વાત કહી હતી. જોકે રિયલ લાઇફમાં એવું કાંઈ નથી. તેમની વચ્ચે હવે વધુ પ્રેમ છે. ૨૦૨૧ની ૧૪ ડિસેમ્બરે બન્નેએ લગ્ન કર્યાં હતાં. કાંઈ પણ કહેતાં પહેલાં વધુ સાવધ રહેશે એવું જણાવતાં અંક્તિાએ કહ્યું કે ‘ઘણાં વર્ષો સુધી અમે ફ્રેન્ડ્સ રહ્યા બાદ અમે લગ્ન કર્યાં હતાં.
અમે અમસ્તા કાંઈ પણ બોલીએ છીએ અને એને સિરિયસલી લેવામાં આવ્યું. હું એટલી સમજદાર નથી અને હવે મારે વધુ સમજદાર બનવું પડશે. કૅમેરા સામે બોલતાં પહેલાં મારે હવે વધુ યાન રાખવું પડશે. હું હજી શીખી રહી છું. જો અમારી રિલેશનશિપ એટલી સ્ટ્રૉન્ગ ન હોત તો અમે કદાચ આટલા ઝઘડા પણ ન કર્યા હોત.’
વિકી અને તેનું રિલેશન હવે વધુ મજબૂત બન્યું હોવાનું જણાવતાં અંક્તિાએ કહ્યું કે ‘ફરક એટલો જ છે કે અમારા ઝઘડા ટીવી પર આવી ગયા. આવું અન્ય સાધારણ કપલ સાથે નથી થતું. આ બધાને કારણે અમારા સંબંધો વધુ સ્ટ્રૉન્ગ બન્યા છે. હું સમજું છું કે ક્યાં હું રૉન્ગ હતી અને તે પણ જાણે છે કે તે ક્યાં રૉન્ગ હતો. અમે હવે પહેલાં કરતાં વધુ સ્ટ્રૉન્ગ છીએ.’