નવીદિલ્હી, કોંગ્રેસે મોદી સરકારની નિષ્ફળતાઓ જણાવવા માટે બ્લેક પેપર જારી કર્યું છે. આ બ્લેક પેપરમાં મોંઘવારી, બેરોજગારી, સામાજિક ન્યાય, ખેડૂત અને કેટલાય અન્ય વિષયો પર સરકારની નિષ્ફળતાનો ઉલ્લેખ કર્યો હતો. પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે બ્લેક પેપર જારી કર્યું છે, એમાં પાર્ટીએ એને ૧૦ વર્ષ, અન્યાય કાળ નામ આપ્યું છે.તેમણે કહ્યું હતું કે અમે આ બ્લેક પેપરમાં અમારો મુખ્ય મુદ્દો બેરોજગારીનો છે. જે દેશનો સૌથી મોટો મુખ્ય મુદ્દો છે અને ભાજપ આ વખતે કોઈ વાત નથી કરતી.
કોંગ્રેસ સાંસદ કાત ચિંદબરમે કહ્યું હતું કે આવો પ્રામાણિક. સત્ય આધારિત યોગ્ય ડેટા સામે લાવે અને પછી અમારી પાસે એક જાણકારીપૂર્ણ વાદવિવાદ થશે. વડા પ્રધાન મોદીએ બુધવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપ્યો, ત્યારે તેમણે કોંગ્રેસે બંગાળમાંથી ૪૦ને પાર ન કરવાના પડકારનો સામનો કર્યો છે. હું પ્રાર્થના કરું છું કે તમે ૪૦ બચાવી શકો, જ્યારે કોંગ્રેસ કેન્દ્ર સરકારના વ્હાઇટ પેપર સામે બ્લેક પેપર લાવી છે.
આ દરમ્યાન સંસદનું વર્તમાન બજેટ સત્ર એક દિવસ વધારીને ૧૦ ફેબ્રુઆરી સુધી કરવામાં આવી રહ્યું છે. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ આ માહિતી આપી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર ૨૦૧૪ પહેલાં અને પછીની ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિની તુલના કરતું ’વ્હાઈટ પેપર’ રજૂ કરવાની યોજના બનાવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર યુપીએ સરકારનાં ૧૦ વર્ષના આથક ગેરવહીવટ પર ’વ્હાઈટ પેપર’ લાવવા જઈ રહી છે, તેથી બજેટ સત્ર એક દિવસ લંબાવવામાં આવ્યું છે.
આ ’વ્હાઈટ પેપર’ દ્વારા મોદી સરકાર પોતાની અને યુપીએ સરકાર દરમિયાન દેશની આથક સ્થિતિનો તુલનાત્મક અભ્યાસ રજૂ કરી શકે છે. આર્થિક ગેરવહીવટ ઉપરાંત, શ્ર્વેતપત્રમાં યુપીએ સરકારમાં લેવામાં આવેલા સકારાત્મક પગલાઓની અસર વિશે પણ વાત કરવામાં આવશે. આ સિવાય ભારતની આર્થિક કટોકટી અને અર્થતંત્ર પર તેની નકારાત્મક અસરો વિશે પણ પત્રમાં વિગતવાર ચર્ચા કરવામાં આવશે. આ શ્ર્વેતપત્ર નવ ફેબ્રુઆરી અથવા ૧૦ ફેબ્રુઆરીએ ગૃહમાં રજૂ થઈ શકે છે.