ગોધરા,
ગોધરાના સીટી ટીકા નં.14ના સીટી સર્વે નં. 14/288/અ- પૈકી કૌસર કોમ્5લેકસ જમન/અશાંતધારો/એસ.આર.નં.34/2021 વાળી જમીન મિલ્કતોના મુળ માલિક મહાલક્ષ્મી માતાના ટ્રસ્ટ, ગોધરાના વહીવટદારો છે. આ કામે ભાડા પટ્ટા પૈકી વેચાણ આપનાર પટ્ટેદાર હોય જે મિલ્કતોના વારસદાર ન હોય જેથી ભવિષ્યમાં ધાર્મિક અશાંતિ ઉભી થવાની નકારી શકાય તેમ નથી. તેવો પ્રાંત અધિકારી અને નાયબ કલેકટર તાત્કાલીક તા.8/8/2022ના રોજ હુકમ કરેલ છે. જે મિલ્કતોના મુળ માલિક મહાલક્ષ્મી માતાના ટ્રસ્ટ ગોધરાના વહીવટદારો છે.
તે જમીનો ઉપર ગેરકાયદેસર લધુમતી કોમના ઈસમો દ્વારા મોટા મોટા કોમ્5લેકસ બનાવી તેમજ નગર પાલિકા ખાતે રજીસ્ટ્રર નં.7/640/જી/5 છે. પરંતુ આ મિલ્કતો ઉપર બાંધકામની પરમીશન બાબતે કોઈ સંમતિ લીધેલ નથી. તેવું જાણવા મળેલ છે. તેમજ લધુમતી કોમના ઈસમો દ્વારા તમામ દુકાનો ઉપર નીચેની કોઈ સંમતિ કર્યા વગર અમુક ઇસમો પાસેથી પડાવી અશાંતધારો હોવા છતાં તેમજ મુળ માલિક મહાલક્ષ્મી માતાના ટ્રસ્ટ ગોધરાના વહિવટદારો માલિકી જમીનો કાયદા વિરૂદ્ધ ભાડા પટ્ટા લધુમતી કોમના ઈસમો દ્વારા કાયદા વિરૂદ્ધ લધુમતી કોમના ઈસમો તથા નગર પાલિકા ચીફ ઓફિસર ગોધરાના વહિવટદારો એ એકબીજા સાથે સંબંધ ધરાવતા ઈસમોનો કોઈપણ જાતની તપાસ કે કાયદા અંંગેની તપાસ કર્યા વગર રજીસ્ટ નંબરો વાળી ધાર્મિક મિલ્કતો રફેદફે કરી કરાવી નાખેલ છે. આમ, પોલીસ ઈન્સ્પેકટર ગોધરા શહેર બી ડિવીઝન પોલીસ સ્ટેશન તથા નાયબ પોલીસ અધિક્ષક ગોધરા વિભાગનાઓ એ કાયદો અને વ્યવસ્થા જોખમરૂપ હોય તેઓ મિલ્કતો વેચાણ અંગેની પરવાનગી નહી આપવા અંગે અભિપ્રાય આપેલ છે. ગોધરા પ્રાંત અધિકારી અને નાયબ કલેકટર તાત્કાલીક ગોધરા દ્વારા પોલીસ અધિક્ષકના સાથે સંમત થઈ તપાસ અભિપ્રાયના અહેવાલમાં ભવિષ્યમાં અનિચ્છનીય ધટના ના બને અને ભવિષ્યમાં હિન્દુ- મુસ્લીમોના ફસાદ ના થાય જે અંગે કાયદો સાથે રાખી નાયબ કલેકટર અને પ્રાંત ગોધરા તાત્કાલીન દ્વારા તા.8/8/2022ના રોજ હુકમ કરેલ છે. ( વધુ આવતાંં અંકે)