વન નેશન વન ઈન્ક્મ ટેક્સ પર ચર્ચા કરવા માટે તૈયાર: નાણાંમંત્રી

નવીદિલ્હી અપ્રત્યક્ષ એટલે કે ઈનડાયરેકટ ટેક્સ લગાડવા માટે દેશમાં ૧ જૂલાઈ ૨૦૧૭થી વન નેશન વન ટેક્સનાં સિદ્ધાંતનાં આધાર પર જીએસટી લાગૂ કરવામાં આવ્યું છે. ગુડસ એન્ડ સવસિઝ પર હવે એક જ ટેક્સ જીએસટી લગાડવામાં આવે છે. તો કેમ વન નેશન વન ઈનકમ ટેક્સ લાગૂ થતો નથી એવા સંસદમાં વિપક્ષ પુછાયેલા સવાલનો જવાબ આપતાં નાણામંત્રી નિર્મલા સીતારમણએ કહ્યું હતું કે તેઓ આ મુદા પર ચર્ચા કરવા માટે તૈયાર છે.

રાયસભામાં પ્રશ્ર્નોત્તરી સમયે બીજીડીની સાંસદ સુલતા દેવે સવાલ કર્યેા કે દેશમાં વન નેશન વન જીએસટીનું પ્રચલન તો છે તો પછી વન નેશન વન ઈનક્સ ટેક્સ શા માટે લાગૂ નથી કરવામાં આવી રહ્યું. તેમણે કહ્યું કે હાલનાં સમયમાં ન્યૂ ઈનકમ ટેક્સ અને ઓલ્ટ ઈનકમ ટેક્સ રિજીમ બંને લાગૂ છે જેને લઈને ટેક્સપેયર્સમાં કંયૂઝન છે. દેશમાં કુલ ૩થી ૫૪ કરોડ ટેક્સપેયર્સ છે જે ઈનકમ ટેક્સ ભરે છે અને તેમની મૂંજવણમાં વધારો થયો છે. નાણામંત્રીએ આ પ્રશ્ર્નનો કોઈ સ્પષ્ટ્ર જવાબ નથી આપ્યો પણ તેમણે કહ્યું કે આ એક ઘણો મોટો અને મહત્વપૂર્ણ મુદો છે જેના પર ચર્ચા માટે હત્પં તૈયાર છું.

૧ ફેબ્રુઆરી ૨૦૨૨નાં બજેટ રજૂ કરતાં નાણામંત્રીએ ન્યૂ ઈનકમ ટેક્સ રિજીમ લાગૂ કરવાની ઘોષણા કરી. ન્યૂ ઈનકમ ટેક્સ યારે લાગૂ કરવામાં આવ્યું ત્યારે સેવિંગ કે રોકાણ પર ડિડકશન કે ટેક્સ છૂટનો લાભ નહોતો મળી રહ્યો. હોમ લોન કે મેડિકલેમ પર પણ ટેક્સ છૂટની કોઈ સગવડ નહોતી. ૫૦૦૦૦ પિયા સ્ટેંડર્ડ ડિડકશનનો પણ લાભ ટેક્સપેયર્સને નહોતો આપવામાં આવતો.

જેના લીધે ટેક્સપેયર્સને ન્યૂ ટેક્સ રિજીમ અંતર્ગત વધુ ટેક્સની ચુકવણી કરવી પડતી હતી. પણ ન્યૂ રિજીમને આકર્ષક બનાવવા માટે નાણામંત્રીાએ ૨૦૨૩-૨૪નું બજેટ રજૂ કરતાં ન્યૂ રિજીમમાં ફેરફાર કયા. જેમાં ૭ લાખ પિયા સુધીની ઈનકમવાળા લોકોએ ટેક્સ નહીં આપવું પડે યારે ઓલ્ડ ટેક્સ રિજીમમાં આ લિમિટ ૫ લાખ પિયાની હતી