દ્વારકા,\ દેવભૂમિદ્વારકા જિલ્લામાં એસઓજી અને સ્થાનિક પોલીસે નશાના કાળા કારોબાર પર સપાટો બોલાવ્યો છે.આયુર્વેદિક સિરપ, ટેબ્લેટ અને દવાઓની આડમાં નશાના ચાલતા વેપાલાનો પર્દાફાશ કર્યો છે.પોલીસે અલગ અલગ સ્થળોએ દરોડા પાડી નશાકારક પદાર્થનું વેચાણ કરતા પેડલરોને ઝડપી પાડ્યા છે.જેમાં કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નશાકારક સિરપની ૧૬૦૮ બોટલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય ૭૨૪.૫૧ ગ્રામની ૧૨૦૦ નંગ નશાકારક કેપ્સુલ સાથે બે ઈસમોને દબોચી લીધા છે.
સલાયા વિસ્તારમાંથી સિરપની ૧૪ બોટલ અને એક લીટર નશાકારક પ્રવાહી સાથે ૨ શખ્સોને ઝડપી પાડ્યા છે.આ જ રીતે ખંભાળિયા વિસ્તારમાંથી બે શખ્સો પાસેથી ૧ હજાર નશાકાર સિરપ અને સલાયામાંથી એક પાસેથી સિપની ૨૭ બોટલ ઝડપી પાડી કાર્યવાહી કરી છે.મહત્વનું છે કે પોલીસે દેવભૂમિદ્વારકા જિલ્લામાં છેલ્લા ૬ માસમાં ૯ જેટલા આરોપીઓ સામે નાર્કોટિક્સની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.