મુંબઇ, ભારતીય સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઈજાના કારણે બ્રેક પર છે. આ ઈજાના કારણે ૩૩ વર્ષના મોહમ્મદ શમી હાલ ભારત-ઈંગ્લેન્ડની વચ્ચે ચાલી રહેલી ઘરેલૂ ટેસ્ટ સીરિઝથી બહાર ચાલી રહ્યા છે. પરંતુ આ વચ્ચે સમીએ એક ઈન્ટરવ્યૂમાં ભવિષ્યને લઈને બાયોપિક ફિલ્મને લઈને વાત કરી છે.
હકીક્તે એવી ખબર સામે આવી હતી કે શમીની બાયોપિક ફિલ્મ આવવાની છે. જોકે તેમાં એક્ટર કોણ હશે. તેનો ખુલાસો નથી થયો. પરંતુ હવે શમીએ પોતાની બાયોપિકના સવાલ પર જવાબ આપ્યો છે. શમીએ કહ્યું- હાલ તો નહીં પરંતુ ભિષ્યમાં જરૂર બનશે.
જ્યારે શમીને પુછવામાં આવ્યું કે જ્યારે તેમની બાયોપિક બનશે તેમાં એક્ટર કોણ હશે? તેના પર શમીએ હસીને જવાબ આપ્યો- હું પોતાની બાયોપિકમાં પોતે એક્ટિંગ કરીશ. કારણ કે ત્યારે મારી પાસે કોઈ કામ નહીં હોય. સ્ટાર ફાસ્ટ બોલર શમીએ અત્યાર સુધી ભારતીય ટીમ માટે ૬૪ ટેસ્ટ, ૧૦૧ વનડે અને ૨૩ ટી૨૦ ઈન્ટરનેશનલ મેચ રમી છે