ઓસ્કાર વિનર ’નાટુ નાટુ’ ગીતને તૈયાર થવામાં લાગ્યા હતા અઢી વર્ષ

મુંબઈ, હિન્દુસ્તાન માટે ગત સોમવાર ગૌરવભર્યો દિવસ હતો કારણ કે ભારતીય ગાયક શંકર મહાદેવન, તબલા સમ્રાટ ઝાકીર હુસેન અને ગિટારિસ્ટ જોન મેક લોઘલિનના બેન્ડના ’શક્તિ’ આલબમને ગ્રેમી એવોર્ડ જીત્યો હતો. આવી જ ગૌરવભરી પળ ગત વર્ષે બની હતી, જેમાં ’આરઆરઆર’ના ગીત નાટુ નાટુને ઓસ્કાર એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

નાટુ નાટુ ગીતના ગાયક કાલ ભૈરવે ખુલાસો કર્યો છે કે આ ગીત આટલું સફળ થશે, તેને આટલો પ્રેમ મળશે. અમે બધા ગીતો માટે ખૂબજ મહેનત કરીએ છીએ. અને આશા રાખીએ છીએ કે લોકોને ખુબ પસંદ પડે.

કાલભૈરવે વધુમાં જણાવ્યું હતું કે નાટુ નાટુ ગીતની જે પૂરી પ્રોસેસ હતી, ગીત વિચારવાથી લઈને કમ્પોઝ કરવા અને રિલીજ કરવામાં અઢી વર્ષનો સમય પસાર થયો હતો. ઉલ્લેખનીય છે કે નાટુ નાટુ ગીતના કમ્પોઝર સંગીતકાર એમ.એમ. કિરવાની ગાયક કાલ ભૈરવના પિતા છે.

ઉલ્લેખનીય છે કે કાર ભૈરવ હાલ ઓટીટી હિટ એનિમેશન સીરીઝ ’ધી લેજ્ડ ઓફ હનુમાન-૩’માં હનુમાન ચાલીસા ગીતને લઈને ચર્ચામાં છે. કાલ ભૈરવે જણાવ્યું હતું કે મને અહીં એક અલગ અંદાજમાં હનુમાન ચાલીસા ગવાનો મોકો મળ્યો.