મલેકપુર,
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ના આદેશ અનુસાર આજ રોજ મહીસાગર જીલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા મહીસાગર જીલ્લા પંચાયત ખાતે આરોગ્ય કર્મચારીઓ ભેગા થઈને અચોક્કસ મુદતની હડતાલના 22 માં દિવસે કોરોના મહામારી દરમિયાન ગુજરાત રાજ્યમાં 61 કર્મચારીઓ કોરોના દર્દીની સેવા આપતા આપતા પોતાનો જીવ હોમી દીધો છે.
તેવા કર્મચારી ભાઈ બહેનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને આરોગ્યની મુખ્ય ચાર કેડર મલ્ટી પર્પજ હેલ્થ વર્કર ફિમેલ હેલ્થ વર્કર મલ્ટીપર પઝ હેલ્થ સુપરવાઇઝર અને ફિમેલ હેલ્થ સુપરવાઇઝર ની મુખ્ય ત્રણ માંગણીઓ જેમ કે, (1) ટેકનિકલ ગણી ટેકનિકલ પગાર ધોરણ આપવો કે પગાર વિસંગતતા દૂર કરવી આ ઉપરાંત (2) ગુજરાત રાજ્ય ના આરોગ્ય કર્મચારીઓએ કોરોના કાળ દરમિયાન જાહેર રજા અને રવિવાર આમ કુલ 130 દિવસ રજાના દિવસે કામ કરેલું તેનો રજા પગાર અને કોરોના વોરિયર્સ તરીકેનું પગાર ભથ્થું આપવા બાબત તેમજ (3)આરોગ્ય કર્મચારીઓને 0 કી.મી. પી.ટી.એ. એટલે કે ફેરણીની ભથ્થું આપવું આમ આ ત્રણ માંગણીઓને લઈને ગુજરાત રાજ્યના પંચાયતના આરોગ્ય કર્મચારીઓ 8 તારીખથી અચોક્કસ મુદતને હડતાલ પર છે. આજે હડતાલનો 22 મો દિવસ હોવા છતાં સરકારશ્રી દ્વારા કોઈપણ હકારાત્મક વલણ ન દાખવતા આખરે કર્મચારીઓ ત્રણ ત્રણ હડતાલની નિરાશા બાદ અને સરકારે લેખિતમાં અને મૌખિકમાં બાયધરી આપવા છતાં કર્મચારીઓના પ્રશ્ર્નોનું નિરાકરણ ન આવતા આ ચોથી હડતાલમાં કર્મચારીઓ જ્યાં સુધી જી.આર. ન થાય ત્યાં સુધી લડવા માટે તૈયાર છે અને ગાંધીજીના માર્ગે આંદોલન ચાલુ જ છે.