
હાલોલ બાસકાના સર્વે નંબર 349 વાળી જમીન વેચાણ દસ્તાવેજ થી રાખી ગોધરાના મિતુલ રાજેન્દ્ર શાહ અને જમાલ શાહ નવાજ અનવર દ્વારા રૂપિયા 1.81 કરોડ નહીં ચૂકવી વિશ્વાસઘાત કર્યા ની ફરિયાદ નોંધાવા પામી છે
હાલોલ તાલુકાના બાસ્કા ગામના વ્યક્તિને આરોપી સામે મોટી મોટી લોભામણી વાતો કરી વિશ્વાસમાં લઈ બાચકા ગામની સર્વે નંબર 349 હે આર ચો.મી 0.75.88 વાળી જમીન વેચાણ દસ્તાવેજ કરી કરાવી જમીન નક્કી થયા પ્રમાણે કુલ એક કરોડ 95 લાખ 84 હજાર રૂપિયા પૈકી 14 લાખ 51 હજાર રૂપિયા આપી બાકીના એક કરોડ 81 લાખ 33 હજાર રૂપિયા નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા આ બાબતે હાલોલ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
હાલોલ તાલુકાના બાસ્કા ગામે રહેતા ફરિયાદી ફરીદ અહેમદ ઇનાયત હુસેન મકરાણી ની બાસ્કા ગામ ની ખાતા નંબર.359 તથા રેવન્યુ સર્વે નંબર 349 હે આર ચો મી 0.95.88 વાળી જમીન માટે આરોપી સમયે રહે મીઠાખાન મોહનલાલ ગોધરા અને મિતુલકુમાર રાજેન્દ્ર શાહ રહે અદુમ્બર કુવા પાસે ગોધરા મોટી મોટી વાતો કરી ફરિયાદીને વિશ્વાસમાં લઈ લીધા હતા અને તેમના રેવન્યુ સર્વે નંબર ના 349 વાળી જમીન ના વેચાણ દસ્તાવેજ કરાવી જમીન નક્કી થયા પ્રમાણે ફરિયાદી ફરી અહેમદ ઇનાયત હુસૈન મકરાણી ની જમીન કિંમત રૂપિયા 240 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટ પ્રમાણે જમીન સ્ક્વેર ફૂટ 81,600 સ્ક્વેર ફૂટની હિસાબે કુલ એક કરોડ 95 લાખ 84 હજાર રૂપિયા થયા હોય તે પૈકી 14 લાખ 51 હજાર રૂપિયા આપી અને બાકીના રૂપિયા એક કરોડ ૮૧ લાખ ૩૩ હજાર નહીં આપી આરોપીઓ દ્વારા જમાલ અવાજ અનવર અને મિતુલ રાજેન્દ્ર કુમાર શાહ ગોધરાના વ્યક્તિઓ દ્વારા છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ હાલોલ રૂરલ પોલીસ મથકે નોંધાવા પામી છે.