- ચોરીની 20 બાઈકો રીકવર કરી.
- એક ઈસમને ઝડપ્યો.
ગોધરા,
ગોધરા એલ.સી.બી.પોલીસ પરવડી ચોકડી પાસે વાહન ચેકીંગમાં હતા. દરમિયાન નંબર વગરની બાઈક લઈ પસાર થતાં ઇસમને રોકીને બાઈકના કાગળો માંગતા પુરાવા રજુ કર્યા ન હતા. પોલીસે શંકાના આધારે પોકેટકોપ તથા ઈ-ગુજકોપમાંં સર્ચ કરી તપાસ કરતાં બાઈક ચોરીની ફરિયાદ દામાવાવ નોંંધાઈ હતી. પોલીસે પકડાયેલ ઈસમની પુછપરછ કરતાં તેના ત્રણ સાગરીતો એ તેના ધરે મુકી રાખેલ 19 ચોરીના બાઈકો રીકવર કરવામાંં આવી.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા એલ.સી.બી.પોલીસ પરવડી ચોકડી પાસે વાહન ચેકીંગમાં હતા. દરમિયાન નંબર વગરની બાઇક લઈ પસાર થતા ઈસમ ધારસીંગ ઉડારસીંગ વસુનીયા રહે. માયવત, તા. ભાભરા, એમ.પી. પાસેથી બાઈકના કાગળો માંગતા પુરાવો ન હોવાનું જણાવતા પોલીસે બાઈકના એન્જીન અને ચેસીસ નંબર પોકેટ કોપ તથા ઈ-ગુજકોપમાં નાંખી સર્ચ કરતા બાઈક માલિકનું નામ રાકેશ સબુડા ડામોર રહે. ભાજીયાણા, તા.અલીરાજપુર હોવાનું તેમજ બાઈક ચોરી સંબંધે દામાવાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાયેલ હોવાનું સામે આવ્યું હતું. એલ.સી.બી. પોલીસે પકડાયેલ ધારસીંગ વસુનીયાની પુછપરછ કરતાં તેના સાગરીતો 1.ભારત ખુમસીંગ અજનાર રહે. પીપલવાના, તા.કુક્ષી, એમ.પી., 2. ઉસ્તાદ ખુમસીંગ અજનાર, 3. ભાઈજાન રીછુમીનાવા રહે. ગુડદલીયા, તા. કુક્ષી કોઈ જગ્યાએથી અલગ અલગ કંપનીની ચોરીની 19 બાઈકો વેચાણ માટે મારા ધરે રાખેલ હોય જેના આધારે પોલીસે ચોરીની 19 બાઈકો રીકવર કરી હતી અને તમામ બાઈકોના ચેસીસ અને એન્જીન નંબરના આધારે પોકેટ કોપ અને ઈ-ગુજકોપમાંં સર્ચ કરી મોટર સાયકલ માલિકનો સંપર્ક કર્યો છે.
એલ.સી.બી.પોલીસે ચોરીના ગુના ડીટેકટ કર્યાની વિગતો…..
પંચમહાલ- દામાવાવ પોલીસ,
વડોદરા- મકરપુરા, છાણી, બાપોદ પોલીસ મથક,
મધ્યપ્રદેશ- પીથમપુર, રાણાપુર, ઝાબુઆ, નોગાવ, બાગ, ચાંદલા પોલીસ મથકોની ચોરીની બાઇકો,
રાજસ્થાન- કલીજરા, સજજનગઢૃ
મહારાષ્ટ્ર- સોલાપુર ગ્રા., પંઢરપુર પોલીસ મથકે.