દાહોદ દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પંચેલાગામે ક્રોસીંગ આગળ હાઈવે રોડ પર પુરપાટ દોડી આવતી ટ્રકે એસટી બસને ટક્કર મારી દેતાં એસટી બસને ખાલી સાઈડના આગળના ભાગે નુકશાન થયાનું તથા બસમાં બેઠેલ પેસેંજરોને ઓછી-વત્તી ઈજાઓ થયાનું જાણવા મળ્યું છે.
એક ટ્રક ચાલક તેના કબજાની જીજે-09 વાય-7407 નંબરની ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી પંચેલા ગામે ક્રોસીંગ આગળ હાઈવે પર સામેથી આવી રહેલી જીજે-18 ઝેડ8113 નંબરની એસટી બસને ટક્રકર મારી પોતાની ટ્રક સ્થળ પર મૂકીને નાસી જતાં એસટી બસની ખાલી સાઈડના આગળના ભાગે નુકશાન થવા પામ્યું હતું. જ્યારે ખાલી સાઈડના આગળના ભાગે બસમાં બેઠેલા પેસેંજરોને શરીરે ઓછી વત્તી ઈજાઓ થવા પામી હતી.
આ સંબંધે એસટી બસના ચાલક બોડાડુંગર ગામના મનુભાઈ મરસુભાઈ નિસરતાએ નોંધાવેલ ફરિયાદને આધારે ઈપિકો કલમ 279, 337, 427 તથા એમવી એક્ટ કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.