દેવગઢ બારીઆમાં ૨૦૦૨ના કોમી તોફાનોમાં અસરગ્રસ્ત રહિમા બાદ કોલોની મુલાકાત જમિયત ઉલેમા-એ-હિન્દ દિલ્હીની સંસ્થા જનરલ સેક્રેટરીએ મૂલાકાત લીધી.

તસ્વીર : વિનોદ પંચાલ

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆમાં ૨૦૦૨ના કોમી તોફાનોમાં અસરગ્રસ્ત રહિમા બાદ કોલોની મુલાકાત લઈ જિલ્લા ક્લેક્ટરની મુલાકાત કરી સિંગવડ ગામની જમિયત ઉલેમા – એ – હિન્દ દિલ્હીની સંસ્થા જનરલ સેક્રેટરી મોલાના હકિમઉદ્દીનએ મૂલાકાત લીધી હતી.

દેવગઢબારીઆ કાપડી વિસ્તારમાં આવેલ ૨૦૦૨ના કોમી તોફાનોના અસરગ્રસત રહિમાબાદ કોલોની જે જમિયત ઉલેમા – એ – હિન્દ ન્યુ દિલ્હી દ્વારા ૭૫ ગરીબ કુંટુંબોને મકાન બનાવી આપવામાં આવેલ જેમાંથી કેટલાક કુટુંબો પોતાના ગામે સિંગવડ મુકામે રહેતાં હતાં પરંતુ ૨૦૦૨ની સાલમાં રણધિકપુર ગામના મુસ્લીમ લઘુમતી કોમના ઈસમોના ઘરોમાંથી માલસામાનનું લુટ ફાટ કરી મકાનોને સંપૂર્ણ પણે બાળી જમીન દોષ કરી નાખવામાં આવેલ જેમાં સમગ્ર ગુજરાત ભરમાં ચકચારી બિલ્કીંશબાનું સહિત ચાર મહિલાઓ પર ગેંગરેપ અને ૧૪ વ્યક્તિઓની સામુહિક હત્યા કરી નાખવામાં આવેલ જે આરોપીઓ વિરૂધ્ધ ગુજરાત બહાર એટલે કે મહારાષ્ટ્રમાં કેસ ચાલી જતાં ૧૨ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી જે પૈકી એક આરોપીનું જેલમાં જ મૃત્યુ થયું હતું અને ૧૧ આરોપીઓ મહારાષ્ટ્ર થી ગુજરાત વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે આવેલ અને ત્યાંથી રાજકીય લાગવાગ ધરાવી ગોધરા સબ જેલ ખાતે ટ્રાન્સફર કરાવી ગોધરા જેલમાં સજા ભોગવી રહ્યાં હતાં જે ૧૧ આરોપીઓને ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ના દિવસે ગુજરાત સરકાર દ્વારા આઝાદ કરી દેવામાં આવતાં જે આરોપીઓનું ડી.જે. , ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી ફુલોના હારથી જશ્ન મનાવી સ્વાગત કરવામાં આવ્યું તેને જાેતાં રણધીકપુર મુકામે રહેતાં મુસ્લીમ પરીવાર પોતાના મકાનો છોડી દેતાં દેવગઢ બારીઆ મુકામે રહેતાં તેઓની મુલાકાતે દિલ્હીથી ઉલેમા – એ – હિન્દના જનરલ સેક્રેટરી મોલાના હકીમઉદ્દીન, ગુજરાત જમિયતે ઉલ્મા હિન્દ જનરલ સેક્રેટરી, પ્રોફેસર મિસાર એહમદ અંસારી, જમિયત ઉલેમા – એ – હિન્દ ઓર્ગેનાઈઝર મોલાના અબુલહસન, મુફતી ઇમરાન બરોડા, અસલમ કુરેશી, મોલાના સરતાજ, મોલાના મહોમંદ, મોલાન સોયેબ, અનિશભાઇ કુરેશી સહિતના ઉલ્માઓએ અસરગ્રસ્ત કોલોનીની મુલાકાત લઈ જિલ્લા કલેકટરની મુલાકાત લઈ સિંગવડ ગામ જ્યાં મુસ્લિમ સમાજના લોકો જે લોકો પોતાના ઘરો છોડીને જતાં રહ્યા છે એ લોકોના હાલચાલ પુછ્યા હતાં અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની ખાત્રી પણ આપવામાં આવી હતી.