ગુજરાત રાજ્યની વકફ મિલકતો પર કબજો કરી બેઠેલા કાળા અંગ્રેજો ચેતી જજો…વકફ ટ્રિબ્યુનલ કોર્ટ ગાંધીનગર ફરીથી કાર્યરત…

ગોધરા નગરના સામાજીક કાર્યકર તથા આર.ટી.આઈ એક્ટિવિસ્ટ તોફીક મલેક તરફથી વકફ ટ્રિબ્યુનલ કોર્ટના નવ નિયુક્ત સભ્ય એડવોકેટ અનવર હુસૈન શેખ સાહેબને ખુબ ખુબ શુભેચ્છાઓ…

છેલ્લા કેટલાય સમયથી ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલ કોર્ટ ગાંધીનગરમાં ચાલતાં વકફ મિલકતોના વાદ વિવાદગ્રસ્ત કેસ ખોરંભે અટવાયેલ પડેલા હતા જેના કારણે વકફ મિલકતો પર કબ્જો કરીને બેઠેલા અમુક ધુતારાઓને વકફની મિલકતો દલા તરવાડી ના ખેતર સમાન લાગી આવેલી હતી જ્યારે હવે વકફ ટ્રિબ્યુનલ કોર્ટમાં પદાધિકારી તરીકે સભ્ય નિમણૂંક થવાની શરૂઆત થતાં રાજ્ય ભરના વકફ સંચાલન મંડળોમાં આશાની કિરણ દેખાઈ રહી છે…